જામનગર મનપા નું આગામી નાણાંકીય વર્ષનું બજેટ કમિશ્નર શુક્રવારે રજૂ કરશે

0
514

જામનગર મહાનગરપાલિકાનું આગામી નાણાંકીય વર્ષ નું બજેટ મ્યુનિસિપલ કમિશનર શુક્રવારે રજૂ કરશે

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૩૧ જાન્યુઆરી ૨૪ જામનગર મહાનગરપાલિકાનું વર્ષ ૨૦૨૪-૨૫ નું અંદાજ પત્ર આગામી તારીખ ર-ર-ર૪ ના રોજ સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ મ્યુનિ. કમિશનર દ્વારા રજુ કરવામાં આવનાર છે. લોકસભા ની ચૂંટણી નજીક ના સમય માં યોજાનાર હોય કરવેરા વધારાની શક્યતા નથી.

જામનગર મહાનગર-પાલિકાનું વર્ષ ર૦ર૪-રપ નું વાર્ષિક અંદાજ પત્ર આગામી તા.ર-ર-ર૪ ના રજુ થનાર છે. મ્યુનિ. કમિશનર ડી.એન.મોદી દ્વારા બપોરે ૧ર વાગ્યે સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ આંગામી નાણાંકીય વર્ષ નું બજેટ રજુ કરવામાં આવનાર છે. ગત વર્ષ ૧૦૮૦ કરોડનું અંદાજપત્ર રજૂ થયું હતું. આ વર્ષ લોકસભા ની ચૂંટણી ને.ધ્યાન મા રાખીને ની વેરા વધારા ની શકયતા જોવા મળતી નથી.