જામનગરમાં PGVCL નો બોલેરો પલ્ટી મારી જતા ચાર લોકો ઇજાગ્રસ્ત

0
3685

જામનગરમાં હરિયા કોલેજ રોડ પર પીજીવીસીએલની બોલેરો પલટી મારી જતાં ચાલક અને ત્રણ લાઈનમેન સહિત ચારને ઇજા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૪ જાન્યુઆરી ૨૪, જામનગરમાં ગોકુલનગર સબ ડિવિઝન ની પીજીવીસીએલ ની બોલેરો કેમ્પર ગઈ રાત્રે ૧૨.૩૦ વાગ્યા ના અરસામાં હરિયા કોલેજ રોડ પર કમાન તૂટી જવાના કારણે પલટી મારી ગઈ હતી, જે અકસ્માતમાં બોલેરો ના ચાલક તથા અંદર બેઠેલા અન્ય ત્રણ લાઈનમેન વગેરેને ઇજા થઈ હોવાથી જામનગરની જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ છે.આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરના પીજીવીસીએલ ગોકુલનગર સબ ડિવિઝન ની જી.જે.૧૦ ટી.ઝેડ. ૮૪૦૫ નંબરની બોલેરો કેમ્પરમાં પી.જી.વી.સી.એલ. નો સ્ટાફ મસિતીયા ફીડર ફોલ્ટમાં ગયો હોવાથી તેના રીપેરીંગ કામ માટે જઈ રહ્યા હતા.

જે દરમિયાન હરિયા કોલેજ રોડ પર બોલેરો કેમ્પરની કમાન સ્પીડ બ્રેકરના કારણે તૂટી જતાં બોલેરો પલટી મારી ગઈ હતી, અને તેમાં બેઠેલા ડ્રાઇવર ભાવેશભાઈ તાળા, ઉપરાંત આસિસ્ટન્ટ લાઈનમેન બી.સી. પરમાર તથા અન્ય બે કર્મચારીઓ ડી.એ.ચોપડા ચોપડા અને જે. બી. ડાભી ને નાની મોટી ઈજા થઈ હોવાથી ચારેય ને તાત્કાલિક અસરથી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જોકે ડ્રાઇવર ભાવેશભાઈ તાળાને માત્ર મુઢ માર ની ઈજા થઈ હોવાથી પોતાના ઘેર ચાલ્યા ગયા હતા. બાકીના તમામને પ્રાથમિક સારવાર આપી રજા આપી દેવામાં આવી છે.આ અકસ્માત ના બનાવની જાણ થતા ગોકુલનગર સબ ડિવિઝનના અધિકારી આર.એસ. ગોસ્વામી તથા અન્ય પીજીવીસીએલના અધિકારીઓ ઘટના સ્થળે તેમ જ જી.જી. હોસ્પિટલમાં પહોંચી ગયા હતા, અને ઇજાગ્રસ્ત કર્મચારીઓને મદદ કરી હતી.