લોકોને સરકાર પર ભરોસો રહ્યો નથી.! લોકોમાં વિશ્વાસ જગાડો હાઇકોર્ટની ટકોર

0
671

લોકોને સરકાર પર ભરોસો નથી રહ્યો, લોકોમાં વિશ્વાસ જગાડો: હાઇકોર્ટ

ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ અંગ હાઇકોર્ટમાં થયેલ સુઆમોટોની વધુ સુનાવણી 15મી એપ્રીલે…!

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે આજે ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ અંગે સુનાવણી હાથ ધરી છે.

ગુજરાત સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી રજૂઆત કરી રહ્યા છે. ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ ભાર્ગવ ડી. કારિયાની બેંચે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગુજરાતના મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતી રવિ અને આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે સુનાવણીમાં ઓનલાઇન ભાગ લઇ રહ્યા હતા.

સુનાવણીમાં સરકાર અને હાઇકોર્ટે અનેક મુદ્દે પોતપોતાનો પક્ષ મૂક્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો કે, સુઓમોટો અંગે વધુ સુનવણી 15 એપ્રિલના રોજ હાથ ધરાશે.

હાઇકોર્ટે જણાવ્યું કે, લોકોમાં વિશ્વાસ જગાડો કે સરકાર અમારા માટે કામ કરી રહી છે અત્યારે લોકોને સરકાર ઉપર ભરોસો નથી રહ્યો. આ હાલાકી સાથે આપણે જીવવું પડશે એટલે ટેસ્ટિંગ સેન્ટર વધારો.સરકાર સારું કામ કરે છે પરંતુ સાચી દિશામાં કામ કરે. લોકોને વિશ્વાસ અપાવો અને અમને સારું ના લગાડશો લોકો એટલેકે જનતાને સારું કામ કરીને આપો.

ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રજૂઆત કરી હતી કે, રેમેડસિવીર ઇન્જેક્શનની આવશ્યકતા સામાન્ય સંજોગોમાં હોતી નથી. હોમ આઈસોલેશન થયેલા દર્દીઓ પણ રેમડેસિવીરનો આગ્રહ રાખે છે.

ગુજરાતની સરખામનીમાં મહારાષ્ટ્રમાં માત્ર 2 જ કંપનીઓ ઇન્જેકશન બનાવે છે છતાં ત્યાં લાંબી લાઈનો નથી.

નામદાર હાઇકોર્ટ સમક્ષ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીની રજૂઆત કરી કે, ભારતમાં પ્રતિ દિવસ 1,75,000 વાયલ રેમડેસિવીરની આવશ્યકતા છે. ગુજરાત સરકાર એક દિવસમાં 30 હજાર વાયલ મેળવે છે. આજે પ્રતિદિન 1.25 લાખ ટેસ્ટ કરવામા આવે છે ટેસ્ટીગની ક્ષમતા પણ વધારી દીધી છે.

ખાનગી લેબોરેટરી વધારી છે અને 70 હજાર આર.ટી.પી.સી.આર ટેસ્ટ કરીએ છીએ. રાજય સરકારના પ્રયત્નોથી ઝાયડસ કેડિલાએ રેમડિસીવર ઈન્જેકશનના ભાવો પણ ઘટાડ્યા છે. જેથી સામાન્ય માણસોને ઈમરજન્સીમાં મળી રહે છે. મોબાઈલ વાનથી સારવાર કરી છે. 141 પ્રાઇવેટ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે મંજૂરી આપી છે.

નર્સિંગ હોમને પણ કોવિડ કેર સેન્ટરમાં તબદિલ કર્યા છે. એક દિવસમાં 1087 બેડના કોવિડ સેન્ટર ઉભા કર્યા છે.હોસ્ટેલ ને પણ કોવિડ સેન્ટર બનાવ્યા છે. ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે જ્યાં 70 ટકા ઓક્સિજન એ હેલ્થ સેકટર માટે રિઝર્વ રાખ્યા છે. 50 ટકા સરકારી કર્મચારીઓને કોવિડ થઈ ગયો છે. જ્યારે 17 હજારથી વધુ બેડ સમગ્ર ગુજરાતમાં અત્યારે ખાલી છે.

નામદાર હાઇકોર્ટ સમક્ષ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રજૂઆત કરી હતી કે, ધન્વન્તરી અને સંજીવની રથ એમ્બ્યુલન્સ દ્વારા ડોકટર હેલ્થ વર્કર પણ ઘરે ઘરે ટેસ્ટીગ અને ટ્રેકીગ યોગ્ય રીતે કરે છે. 141 ખાનગી હોસ્પિટલોને કોવિડ ડૈઝિગ્શેટેડ તરીકે જાહેર કરાઈ છે.

વીઆઇપીની જેમ સામાન્ય માણસને ટેસ્ટનો રિપોર્ટ કેમ જલ્દી નથી મળતો હાઇકોર્ટે જવાબ આપતા જણાવ્યું કે, કોઈ રાજ્યની સરખામણી આપણે કરવાની જરૂર નથી.

ગુજરાતમાં છીએ તો ગુજરાતની વાત કરો. આપણે આટલા આધુનિક છીએ તેમ છતાંય કેમ આ પરિસ્થિતિ છે. સામાન્ય માણસને ટેસ્ટિંગના રિપોર્ટ ત્રણ ત્રણ દિવસે કેમ મળે છે. ટઈંઙ લોકોને રિઝલ્ટ જલ્દી મળી જાય છે સામાન્ય લોકોને કેમ જલ્દી મળતા નથી.