જામનગરની હોસ્પિટલમાં શ્રીરામ પૂજન નો કાર્યક્રમ યોજાયો

0
766

‘છોટીકાશી’ માં ન્યુરોસર્જન ડો. રૂપારેલીયાની હોસ્પિટલમાં શ્રીરામ પૂજન નો કાર્યક્રમ યોજાયો

  • હોસ્પિટલના સ્ટાફ દ્વારા ભગવાન શ્રી રામ-લક્ષ્મણ-જાનકી ના મંદિરનું નિર્માણ કરાયું: રંગોળી પણ બનાવાઇ

 દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૨ જાન્યુઆરી ૨૪, છોટીકાશી ના નામથી પ્રચલીત એવા જામનગર શહેરમાં અનેક સ્થાનોપર અયોધ્યા મા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને અનુલક્ષીને વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાઇ રહ્યા છે, ત્યારે જામનગરના ગુરુદ્વારા ચોકડી પાસે આવેલી ડો. એ.ડી. રૂપારેલીયાની હોસ્પિટલમાં પણ હોસ્પિટલના સ્ટાફ દ્વારા શ્રીમતી કૃતમાલા બેન રૂપારેલીયાના માર્ગદર્શન હેઠળ આજે ભગવાન શ્રી રામની વિશેષ પૂજા કરવામાં આવી હતી, અને ભગવાન રામ લક્ષ્મણ જાનકી સાથેનું મંદિર તૈયાર કરવામાં આવ્યું છે, અને મહા આરતી કરાઈ હતી. સાથોસાથ અયોધ્યા સ્થિત ભગવાન શ્રી રામ મંદિર ની પ્રતિકૃતિ સ્વરૂપની રંગોળી બનાવાઈ હતી, જ્યારે હોસ્પિટલ પરિસરને પણ ફૂલોના હારથી શણગારવામાં આવ્યું છે.

ડો.એ.ડી.રૂપારેલીયાની હોસ્પિટલમાં ગઈકાલે પ્રાકૃતિક વસ્તુઓથી રામ મંદિર બનાવી ને રોશની થી ઝળહળિત કરાયું હતું, તેમ જ ભગવાન શ્રીરામની મહા આરતી કરવામાં આવી હતી. હોસ્પિટલ સ્ટાફની તમામ બહેનો દ્વારા રામ લક્ષ્મણ જાનકીની મૂર્તિ પણ જાતે બનાવી શ્રદ્ધાપૂર્વક પૂજન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત સ્ટાફના બહેનો દ્વારા અયોધ્યા સ્થિત ભગવાન શ્રી રામના મંદિરની પ્રતિકૃતિ સમાન આકર્ષક રંગોળી પણ બનાવાઈ હતી, જયારે હોસ્પિટલ પરિસરને ફૂલોના હાર થી સજાવવામાં આવ્યું છે.