ખંભાળીયાના ચર્ચાસ્પદ કેસમાં પુત્રવધૂ અને પરીવાર સામે ગુનોં નોંધવા કોર્ટનો આદેશ

0
1277

ખંભાળિયાના ચચાસ્પદ પુત્રવધૂ કેસમાં લાખોના દાગીના લઈ જનાર પુત્રવધૂ-તેણીના પરિવાર સામે ગુનો નોંધવા કોર્ટનો હુકમ

  • સીનીયર ધારાશાસ્ત્રીની ધારદાર દલીલો કોર્ટે ગ્રાહ્ય રાખી ગુનો નોંધવા આદેશ
  • પોલીસ સમક્ષ બે વાર અરજી કર્યા બાદ દાગીના આપવા કોર્ટમાં ફરીયાદ કરી હતી

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૩ જાન્યુઆરી ૨૪ ખંભાળીયાના અતિ ચકચારી પુત્રવધુ દ્વારા સસરાના ૨૫ તોલા સોનાના દાગીના લઈ જવાના કેસમાં પુત્રવધુ ભાવનાબેન આંબલીયા તથા તેના પરિવારના સભ્યો પીઠાભાઈ, પુરીબેન, પાલાભાઈ તથા અશોકભાઈ આંબલીયા સામે ગુનો દાખલ કરવાનો કોર્ટે આદેશ કર્યો હતો.

આ ચકચારી કેસની ટુંકમાં હકિકત એવી છે કે આ કામના ફરીયાદી એટલે કે રણમલભાઈ સામતભાઈ લગારીયા રહે. નવા વિરમદળ, તા.ખંભાળીયા જી. દેવભૂમિદ્વારકા પોતાની ફરીયાદ અરજીમાં એવું જણાવેલ કે પોતાના પુત્ર પ્રવિણભાઈના લગ્ન આ કામના આરોપી ભાવનાબેન પીઠાભાઈ આંબલીયા રહે. હંજડાપર સાથે ૪ વર્ષ પહેલા થયેલા હતા જાન્યુ-૨૦૨૨ માં આરોપી ભાવનાબેન દ્વારા તેમના ભાઈ અશોકને ઘરે સાંજના સાતેક વાગ્યાના સુમારે બોલાવેલ અને ભાવનાબેન દ્વારા પોતાની સાળીના છેડામાં સંતાડી આશરે ૨૫ તોલા સોનાના દાગીના આપેલા આ વખતે ફરીયાદીના પુત્ર-પ્રવિણભાઈને શંકા જતા તેને આરોપી ભાવનાબેનના ભાઈ અશોકભાઈ ઈક્કોગાડી લઈને આવેલા અને જેનો પીછો કરતા અને તેને રોકી પુછતા અશોકભાઈ એ જણાવેલ કે મારી બેને મને દાગીના આપેલા છે જે હું લઈ જઉ છું આ અંગે કોઈને કહેશો તો તમારા ઉપર ખોટા કેસો મારી બેન મારફતે કરાવીશુ અને જેલમાં પુરાવી દેશું ત્યારબાદ આરોપીના પરિવારજનો માં તેના માતા-પિતા અને ભાઈઓ દ્વારા ફરીયાદીના પુત્ર સતત હેરાન પરેશાન કરીને ખોટા ૪૯૮- એ ની ફરીયાદ કરેલ તેમજ ભરણપોષણનો કેસ પણ કરેલ હતો

ફરીયાદી દ્વારા ઉપરોકત ૨૫ તોલા સોનાના દાગીના લઈ જવા અંગેની ખંભાળીયા પોલીસ સ્ટેશનમાં બે-બે વખત અરજી પણ કરેલી હતી પરંતુ પોલીસ દ્વારા સોનાના દાગીના બાબતે કોઈપણ જાતની કાર્યવાહી કરેલ ન હતી પરંતુ આરોપીઓના મામલતદારમાં માત્ર જામીન લીધેલ હતા ત્યારબાદ ફરીયાદી દ્વારા પોતાના વકીલશ્રી જીતેન્દ્ર નાખવા મારફતે ખંભાળીયાની કોર્ટમાં આરોપી ભાવનાબેન પીઠાભાઈ આંબલીયા તથા તેના પરિવાર વિરૂધ્ધ ૨૫ તોલા સોનાના દાગીના લઈ જવાનો કેસ દાખલ કરી તેના વિરૂધ્ધ ગુન્હો દાખલ કરવો તેમજ દાગીના પરત અપાવવાનો કેસ દાખલ કરતા નામદાર કોર્ટ દ્વારા પ્રથમ પોલીસ રીપોર્ટ મંગાવેલા અને ત્યારબાદ ફરીયાદીના વકીલશ્રી દ્વારા દલીલ કરવામાં આવેલ કે સોનાના દાગીન ફરીયાદીના છે આરોપીઓ લઈ ગયેલ છે તે અંગે આરોપી ભાવનાબેનની કબુલાત છે કલમ-૪૯૮ ના કેસમાં ફરીયાદી તથા તેના પરિવાર જનોનો નિર્દોષ છુટકારો થયેલ છે તે સાથે દસ્તાવેજી પુરાવો રજુ કરેલ જે તમામ દલીલો ધ્યાને લઈ ખંભાળીયના એડી.સીવીલ જજ વી.વી. જોષી સાહેબશ્રી દ્વારા ફરીયાદીની દલીલ તથા પુરાવાને ધ્યાને લઈ ક્રિમીનલ પ્રોસીઝરની કલમ ૧૫૬ (૩) ની જોગવાઈના અનુસંધાને પોલીસ ઈન્સ્પેકટર ખંભાળીયા પોલીસ સ્ટેશનનાએ એવો આદેશ કરેલ કે તેઓએ હાલની ફરીયાદમાં જણાવેલ આરોપીઓ ભાવનાબેન, પીઠાભાઈ, પુરીબેન, પાલાભાઈ, અશોકભાઈ આંબલિયાઓ વિશ્વા ફરીયાદ નોંધી ગુન્હો દાખલ કરી આરોપીઓ વિરૂધ્ધ આગળની કાયો કાર્યવાહી કરવી તેવો હુકમ કરેલ છે.

ઉપરોકત કેસમાં ફરીયાદી રણમલભાઈ સામતભાઈ લગારીયા તરફે જામનગરના જાણીતા સીનીયર એડવોકેટ જીતેન્દ્ર નાખવા તથા ગુજરાત હાઈકોર્ટના યુવા એડવોકેટ સંજુ નાખવા રોકાયેલા હતા.