જામનગર જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ (સૌરાષ્ટ્ર કચ્છ) દ્વારા સન્માન સમારોહ યોજાયો
- સ્નેહમીલન કાર્યક્રમ સંપન્ન બાલમંદિર થી પીએચડી સુધીના ૭૬૦ જેટલા તેજસ્વી તારલાઓનું કરાયુ બહુમાન
દેશ દેવી ન્યુઝ જામનગર o૯ જાન્યુઆરી ૨૪ જામનગર જિલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા તાજેતરમાં સરસ્વતી સન્માન સમારોહ અને સ્નેહમીલનનો એક કાર્યક્રમ વિશ્વકર્મા બાગ ગાંધીનગર રોડ ખાતે યોજાયો હતો જેમાં કાર્યક્રમમાં ઉપસ્થિત સૌરાષ્ટ્ર કચ્છનાં હોદેદારો દ્રારા સર્વે પેટજ્ઞાતિઓને સાથે રાખી અંદાજે ૭૬૫ થી વધુ વિદ્યાર્થીઓમાં બાલમંદિરથી પીએચડી સુધીનાં તેજસ્વી તારલાઓને મહેમાનોનાં હસ્તે પુરસ્કૃત કરવામાં આવ્યા.જામનગર જિલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મસમાજ દ્રારા બ્રહ્મસમાજનાં વિદ્યાર્થીઓ માટે સરસ્વતી સન્માન સમારોહ તેમજ બ્રહ્મપરિવારનાં સભ્યોનો સ્નેહ મિલન કાર્યક્રમ વિશ્વકર્મા બાગમાં યોજવામાં આવેલ હતો જિલ્લા બ્રહ્મસમાજનાં પ્રમુખ પ્રફુલભાઈ વાસુનાં અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં જિલ્લા તથા શહેર માંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને બ્રહ્મસમાજના બહેનો-ભાઈઓ ઉમટી પડયા હતા. આ કાર્યક્રમનું દિપ પ્રગટાવી ઉદઘાટન મુખ્ય અતિથી સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજનાં પ્રમુખ વિજયભાઈ બુજડ, ટ્રસ્ટ મંડળનાં પૂર્વ પ્રમુખ ભૂપતભાઈ પંડયા, પૂર્વ શિક્ષણમંત્રી પ્રો. વસુબેન ત્રીવેદી, જામનગરનાં ટ્રસ્ટી નરેન્દ્રભાઈ ત્રીવેદી, પધ્મશ્રી ડો.કે.એમ.આચાર્ય સાહેબ, બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ જામનગરનાં ચેરમેન અશોકભાઈ ભટ્ટ, ખંભાળીયા જિલ્લા બ્રહ્મસમાજ પ્રમુખ વિપુલભાઈ જોષી, રાજકોટ જિલ્લા પ્રમુખ પંકજભાઈ રાવલ, પોરબંદર જિલ્લા પ્રમુખ કાનજીભાઈ જોષી, મોરબી જિલ્લા પ્રમુખ ભરતભાઈ ઓઝા, ગીરસોમનાથ જિલ્લા પ્રમુખ તુષારભાઈ પંડયા વગેરે આગેવાનોનાં હસ્તે દિપ પ્રાગટય કરવામાં આવેલ.આ તકે ગણેશ વંદના અને સરસ્વતી વંદના ભવ્યતા મૌલિકભાઈ ભટ્ટ દ્રારા કરવામાં આવેલ કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત પ્રવચન જામનગર જિલ્લા પ્રમુખ શ્રી પ્રફુલભાઈ વાસુ દ્રારા કરવામાં આવેલ સરસ્વતી સન્માન સમારોહ અને સ્નેહમીલનમાં અન્ય મહેમાનોમાં જામનગર શહેર પ્રમુખ અને શાસક પક્ષ નેતા આશિષભાઈ જોષી, કો. ટ્રસ્ટી સુનિલભાઈ ખેતીયા, કારોબારી સભ્ય વલ્લભભાઈ જોષી, નયનભાઈ વ્યાસ, જિલ્લા મહિલા પ્રમુખ મનિષાબેન સુંબડ, શહેર મહિલા પ્રમુખ જાગૃતિબેન ત્રીવેદી, શહેર મહામંત્રી વૈશાલીબેન જોષી, જિલ્લા મહામંત્રી ભાસ્કરભાઈ જોષી, શહેર મહામંત્રી હિરેનભાઈ કનૈયા, શહેર યુવા પ્રમુખ જસ્મીનભાઈ ધોળકીયા, જિલ્લા યુવા પ્રમુખ જનકભાઈ ખેતીયા, શહેર મહામંત્રી વિમલભાઈ જોષી, જિલ્લા મહામંત્રી ચિરાગભાઈ અસ્વાર, જામનગર જિલ્લા શિક્ષણાધિકારી મઘુબેન ભટ્ટ, બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સનાં ડાયરેકટર ઓફ એજયુકેશન ઉસ્મિતાબેન ભટ્ટ, કોર્પોરેટર સુભાષભાઈ જોષી , તૃપ્તીબેન ખેતીયા, એડવોકેટ અશોકભાઈ જોષી, જયદેવભાઈ ભટ્ટ, લાલપુર સરપંચ જયેશભાઈ તેરૈયા, નાયરોબીથી પધારેલ જગદિશભાઈ બારોટ, ડો. સુરેશભાઈ ઠાકર, ડો. ગાયત્રીબેન ઠાકર, ડો. કિશનભાઈ ત્રિવેદી, ડો. મૌલિકાબેન ત્રિવેદી, ડો. જોગીનભાઈ જોષી , ગામ્ય મામલતદાર મયુરભાઈ દવે, આર્કિટેક શૈલેષભાઈ જોષી, કમલેશભાઈ જોષી, બિલ્ડર વિશાલભાઈ મહેતા, પત્રકાર હિરેનભાઈ ત્રિવેદી, દિવ્યેશભાઈ વાયડા, ડોલરભાઈ રાવલ વિગેરે મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને સન્માનીત કરાયેલ.કાર્યક્રમના ભોજન સમારંભના દાતા તરીકે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના ચેરમેન અશોકભાઈ ભટુ, વિદ્યાર્થીઓના ઈનામના દાતા તરીકે નિલેશભાઈ ત્રિવેદી, અન્ય સહયોગી દાતા પધ્મશ્રી ડો.કે.એમ.આચાર્ય, ડો. દિપ્તીબેન વ્યાસ, ડો. ખુશ્બુબેન જોષી, અલ્પેશભાઈ ત્રિવેદી, હરીઓમ ટ્રસ્ટનાં જોષીબાપા, નિલેષભાઈ આચાર્ય, દ્રારા વિદ્યાર્થીઓને ઈનામ અર્પણ કરી સન્માનીત કરાયેલ.ભોજનવ્યવસ્થા સમિતિમાં ભરતભાઈ અસ્વાર તથા પરજીયા રાજગોર યુવા બ્રહ્મસમાજ ટીમ તથા સમગ્ર કાર્યક્રમમાં વિશ્વકર્મા બાગ દિલીપમામા તેમજ ટીમ ધ્વારા સહયોગ મળેલ હતો, સાથે બ્રહ્મસમાજ ઘટકોમાં રણજીતનગર બ્રહ્મસમાજ, N.R.P. બ્રહ્મસમાજ, સાધના કોલોની બ્રહ્મસમાજ, ગ્રીનસીટી બ્રહ્મસમાજ, ગોકુલનગર બહ્મસમાજ, બ્રહ્મ અભ્યુદય સેવા સમાજ, સેન્ટ્રલ બેંક બ્રહ્મસમાજ તેમજ બહ્મસમાજની સર્વે પેટાજ્ઞાતીનાં પ્રમુખશ્રી / મંત્રીશ્રી કારોબારી સભ્યશ્રી ટીમ સાથે હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરેલ.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન જાણિતા ઉદધોસક લલીતભાઈ જોષી, તથા શહેર યુવા પ્રમુખ જસ્મીનભાઈ ધોળકીયા ધ્વારા કરવામાં આવેલ કાર્યક્રમને સફળ બનાવવા જામનગર બ્રહ્મસમાજ ટ્રસ્ટી નરેન્દ્રભાઈ ત્રિવેદી, જિલ્લા પ્રમુખ પ્રફુલભાઈ વાસુ તથા શહેર બ્રહ્મસમાજ પ્રમુખ અને શાસકપક્ષ નેતા આશીષભાઈ જોષીની રાહબરી હેઠળ કિશોરભાઈ ભટ્ટ, પિયુષભાઈ પુંજાણી, હિરલભાઈ ભટ્ટ, નિલશેભાઈ ઓઝા, રૂપેશભાઈ કેવલીયા, જીજ્ઞેશભાઈ રાવલ, અશોકભાઈ ભટ્ટ, ઉપેનભાઈ વ્યાસ, સુરેશભાઈ ત્રિવેદી, પારસભાઈ ભટ્ટ, નિલેશભાઈ વ્યાસ, લલીતભાઈ જોષી, નિલેશભાઈ ત્રિવેદી, ડો. ભાવેશભાઈ વ્યાસ, ચિરાગભાઈ પંડયા, વિપુલભાઈ પંડયા, નિરજભાઈ સુંબડ, વિપુલભાઈ સુંબડ, ચંદુભાઈ અસ્વાર, ભાવેશભાઈ રાજયગુરૂ, દર્પણભાઈ પુરોહિત, ચેતનભાઈ પુરોહિત, પ્રકાશભાઈ વ્યાસ, સુચિતભાઈ જાની, શિવમભાઈ દવે, ભવ્યરાજભાઈ ખીરા, કિશનભાઈ આચાર્ય, મિતભાઈ વ્યાસ, પ્રતિકભાઈ ઠાકર, યશભાઈ ભુદેવ, ભાર્ગવભાઈ ઘેડીયા, કિશનભાઈ ઉપાધ્યાય, હર્ષલભાઈ જોષી, ભાર્ગવભાઈ શુકલ, તેજશભાઈ કનૈયા, પ્રિયંકભાઈ ભટ્ટ, મેહુલભાઈ જોષી, હેમાંગભાઈ જોષી, લાકેશભાઈ પંડયા, હાર્દિકભાઈ શુકલ, મહિલા પાંખના અનુભૂતિબેન ઠાકર, ધર્માબેન ઠાકર, ધર્મિષ્ઠાબેન રાવલ, દિપ્તીબેન પંડયા, મીનાબેન જયોતીષી, ગીતાબેન રાવલ, હીરલબેન દાદલ, નેહાબેન સાતા, શોભનાબેન જોષી, શ્રુતિબેન દવે, તૃપ્તીબેન ઓઝા, વિભાબેન રાજયગુરૂ, વિધ્યાબેન મહેતા, રાજશ્રીબેન ત્રિવેદી, રીનાબેન ત્રિવેદી, એકતાબેન વ્યાસ, ચૈતાલીબેન ભટ્ટ, હિરલબેન મીન, દર્શાબેન જોષી, માધ્વીબેન રાવલ, પ્રતિક્ષાબેન જોષી, પ્રીતિબેન જોષી, રીધ્ધીબેન કલ્યાણી, પ્રીતિબેન વ્યાસ, શીલ્પાબેન પંડયા, જયોતીબેન ત્રિવેદી, દેવાંગીબેન ત્રિવેદી, નિયતીબેન રાવલ, અવનીબેન ત્રિવેદી, રેખાબેન વ્યાસ, કેતનાબેન દવે, ધારાબેન વ્યાસ, ધારાબેન પંડયા, વૈશાલીબેન કનૈયા, મેધનાબેન જોષી, હર્ષાબેન રાજગોર, નિશાબેન દવે, ડો.જલશ્રીબેન ત્રિવેદી વિગેરે ધ્વારા ઉતકૃષ્ટ કામગીરી કરવામાં આવેલ આભારવિધી શહેર પ્રમુખ અને શાસકપક્ષ નેતા આશિષભાઈ જોષી ધ્વારા કરવામાં આવેલ કાર્યક્રમના અંત સૌ મહેમાનો, વિદ્યાર્થીઓ તથા બ્રહ્મસમાજ પરિવાર ભાઈઓ-બહેનોએ સ્વરૂચી ભોજન લઈ કાર્યક્રમ સમાપન કર્યો હતો.