જામનગરમાં અંબર ચોકડી નો માર્ગ ખુલ્લો થઈ જતાં શહેરના અનેક વાહન ચાલકોએ હાશકારો અનુભવ્યો
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૫ જાન્યુઆરી ૨૪, જામનગર શહેરમાં ધોરી નશ સમાન અંબર ચોકડી માર્ગ પર મહાનગરપાલિકા દ્વારા બોક્ષ કેનાલનું કામ કરવાનું હોવાથી ૨૧ દિવસ માટેનું જાહેરનામું બહાર પાડીને અંબર ચોકડી થી ત્રણ બત્તી તરફ જવા માટેનો માર્ગ મ્યુનિ. કમિશનર દ્વારા વિશેષ જાહેરનામું બહાર પાડીને બંધ કરવામાં આવ્યો હતો. જે માર્ગ પર બોક્ષ કેનાલનું કામ પૂર્ણ થઈ જતાં આજે જામનગર મહાનગરપાલિકા દ્વારા જાહેરનામાની મુદતને પૂર્ણ જાહેર કરીને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.અંબર સિનેમા તરફથી ત્રણબત્તી તરફ જવા માટેના માર્ગે આડશ તરીકે મૂકવામાં આવેલા પતરાને ખસેડી લેવામાં આવ્યા છે, જેથી અનેક વાહન ચાલકોએ હાશકારો અનુભવ્યો છે, અને અંબર ચોકડી થી ત્રણ બત્તી તરફ જવાનો માર્ગ આખરે ખુલ્લો થયો છે. ઉપરાંત જામનગરની ટ્રાફિક શાખા સહિતની પોલીસની ટીમ માટે પણ આજથી રાહતના સમાચાર રહેશે.