જામનગરના ચર્ચાસ્પદ આત્મહત્યા પ્રકરણમાં સાસુ-સસરાને આગોતરા જામીન

0
1897

જામનગર વાયુસેનામાં એરવોરીયરની પત્નિની આત્મહત્યાના કેસમાં સાસુ તથા સસરાની આગોતરા જામીન મંજુર કરતી “અદાલત”

  • જામનગર શહેરના ચર્ચાસ્પદ કેસમાં સાસુ સસરાને આગોતરા જામીન આપતી સેસન્સ કોર્ટ
  • વિદ્ધાન સીનીયર ધારાશાસ્ત્રી મનીષ મહેતાની ધારદાર દલીલ માન્ય રાખતી કોર્ટ

દેશ દેવી ન્યુઝ તા.૩ જાન્યુંઆરી ૨૪ જામનગરના ઢીંચડા રોડ, પર તિરુપતી સોસાયટી રહેતી એક પરપ્રાંતિય પરણીતાએ સાસરીયાના ત્રાસથી આત્મહત્યા કરી લીધી હતી તેમાં પતિ, સાસુ સસરા સામે સીટી-સીમાં ગુનો નોંધાયો હતો સમગ્ર ચર્ચાસ્પદ પ્રકરણમાં સાસુ, સસરાએ પોતાના વકીલ મારફત આગોતરા જામીન માટે સેસન્સ કોર્ટમાં અરજી તે ચાલી જતા સીનીયર ધારાશાસ્ત્રી મનષ મહેતાની ધારદાર દલીલ ગ્રાહ્ય રાખી બંનેને ૫૦ હજારના આગોતરા જામીન પર મુક્ત થવા હુકમ કર્યો હતો

આ કેસની વિગત એવી છે કે ફતેહપુર, ઉતરપ્રદેશનાં રહિશ રાજેશકુમાર શ્રીકિના તિવારી જાતે બ્રાહમણએ જામનગર સીટી “સી” ડીવીઝન પોલીસ સ્ટેશન ઈ.પી.કો. કલમ ૩૦૬, ૪૯૮(ક), તથા ૧૧૪ મુજબ એવા મતલબની ફરીયાદ નોંધાવેલ હતી કે, ફરીયાદીની પુત્રી રાસીબેન રાજેશકુમાર તિવારીના લગ્ન આજથી આશરે સને-૨૦૧૬ ના રોજ જામનગરમા એરફોસમા એરવોરીયર તરીકે ફરજ બજાવતા શૈલેન્દ્રકુમાર અશોકકુમાર દ્વિવેદી સાથે થયેલા હોય અને તેણીના સાતેક વર્ષના લગ્ન ગાળા દરમ્યાન સંતાન થતુ ન હોય જેથી ગુજરનાર ના પતિ (આરોપી) એ સંતાન થાય તે માટે દવા કરાવેલ તેમ છતાં સંતાન ન થતા ગુજરનાર ના પતિ તથા સાસુ-સસરા ત્રણેય જણાએ રાસીબેન ના બાપના ઘરેથી દવા દારૂના રૂપીયા બે થી ત્રણ લાખ લઈ આવવા જણાવતા, અને આ બાબતે અવાર-નવાર રાસીબેન ને સંતાન ન થતા તેમજ તેના પીયરેથી પૈસા લઈ અવવા માટે અવાર નવાર મેણાટોણા મારતા હોય તથા દુઃખત્રાસ આપતા હોય જેથી રાસીબેન ને સહન ન થતા તા.૧૪/૧૦/૨૦૨૩ ના રોજ તેણીએ જામનગર મુકામે પોતાના પતિના ધરે ગળા ફાસો ખાઈ આત્મહત્યા કરેલ હોય, તેવા મતલબની ફરીયાદ નોંધાયેલ હતી, જેથી આરોપીઓ પૈકી આરોપી નંબર ર તથા ૩ એટલે કે, સાસુ-સસરા એ પોતાને જામીન મુકત થવા માટે જામનગર ના મહેરબાન ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબની કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરેલ હતી,

જે જામીન અરજીમાં સાસુ-સુસીલાદેવી દ્વિવેદી, સસરા-અશોકકુમાર દ્વિવેદી ના વકિલ મનિષભાઈ ટી. મહેતા ની તમામ દલીલો ધ્યાને લઈ તેમજ સુપ્રિમકોર્ટના તથા અન્ય કોર્ટના ચુકાદાઓ ધ્યાને લઈ આરોપીઓને રૂપીયા ૫૦,૦૦૦/- ના આગોતરા જામીન પર મુકત કરવાનો હુકમ ફરમાવેલ હતો.આરોપીઓ વતિ સીનીયર ધારાશાસ્ત્રી મનિષભાઈ ટી. મહેતા (એડવોકેટ), રોકાયેલ હતાં