જોડીયા PSI સામે જાતિય સતામણીના આક્ષેપમાં મહિલા પાછળ પાંચ પોલીસકર્મી માસ્ટર માઇન્ડ
- હોમગાર્ડ મહિલાના પાછળ માસ્ટર માઇન્ડ પાંચ પોલીસની ભુંડી ભૂમિકા
- જોડીયામાં રેતી ચોરોને PSI આંખમાં કણાની જેમ ખૂંચતા, સમગ્ર કારસ્તાન રચાયું
- મહિલાના અન્ય પોલીસકર્મીઓ સાથેના કોલ ડીટેલે આખો ભાંડો ફોડી નાખ્યો
દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૫ ડિસેમ્બર ૨૩ જામનગર જિલ્લાના જોડીયા પોલીસ સ્ટેશનના PSI સામે જે GRD મહિલાએ કરેલા જાતિય સતામણીના આક્ષેપોની દ્વારકા પોલીસની તપાસમાં ઘટસ્ફોટ વિગતો સામે આવી છે. જેમાં અન્ય પોલીસકર્મીઓ સાથે સીન્ડીકેટ હોવાનું અને હજારોની સંખ્યામાં કોલ થયાનું સામે આવતાં પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. આખા પ્રકરણ પાછળ મહિલાને મોહરુ બનાવીને આખો ખેલ પાંચ પોલીસ કર્મચારીએ પાર પાડ્યો હોવાની સૂત્રોમાંથી જાણવા મળેલ છે.જોડીયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી જીઆરડી મહિલાએ ગત સપ્ટેમ્બર માસમાં જે તે સમયના PSI દ્વારા જાતિય સતામણી કરાતી હોવાના આક્ષેપો કરાયા હતાં અને ગત તા.ર૯ સપ્ટેમ્બરના રોજ પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. જાતિય સતામણીના આક્ષેપોની દ્વારકા જિલ્લાના ASP રાઘવ જૈન દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં જોડીયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી જીઆરડી મહિલાઓ તેમજ હોમગાર્ડ જવાનોના નિવેદનો તેમજ પીએસઆઈ, પોલીસકર્મીઓની કોલ ડીટેઈલ મેળવી હતી. દોઢ માસની તપાસ બાદ નવેમ્બર માસમાં જામનગર પોલીસને રીપોર્ટ કરી દેવામાં આવ્યો છે. જેમાં સ્ફોટક વિગતો આવી હોવાનું પોલીસના અંગત સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. મહિલા અરજદારના હજારોની સંખ્યામાં અન્ય પોલીસકર્મીઓ સાથેની વાતચીતની કોલ ડીટેઈલ મળી આવી છે. તો મહિલા અરજદારની પોલીસ સ્ટેશનના અન્ય પોલીસકર્મીઓ સાથેની સાંઠગાઠ હોવાનું સામે આવી રહ્યું છે.તો એકાદ-બે પોલીસકર્મીઓ તો અરજદાર મહિલાના ઘરેથી ટીફીન પણ મંગાવતા હોવાનું જીઆરડી મહિલાઓના નિવેદનમાં સામે આવ્યું છે. હાલ તો આ બનાવની જામનગર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. છેલ્લા ચાર માસથી આ બનાવે પોલીસ બેડામાં ભારે ચકચાર જગાવી છે