વૉકિંગમાં નીકળેલા ઇન્ડસીંડ બેંકના કર્મચારી તેના પિતા પર ત્રણેક શખ્સોનો બેટથી હુમલો
- ‘અમે જામનગરના અમીનભાઈ નોટીયારના માણસો છીએ તને રીકવરી કરવાનો બહુ શોખ છે’ કહીને હુમલો કરી ફરાર
- ટ્રકના હપ્તા ભરાય કે ન ભરાય તું કોઈ કાર્યવાહી કરતો નહીં,નહિતર પરિણામ સારું નહિ આવે ‘ તેવી ફોનમાં ધમકી પણ અપાઈ ‘તી
દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૬ ડીસેમ્બર ૨૩ જામનગરના ત્રણ શખ્સોએ રાજકોટમાં લખણ ઝળકાવ્યા વોકીગમાં નિકળેલા બેંક કર્મીને આંતરી હુમલો કર્યો હતો રાજકોટ સૌરાષ્ટ્ર કલા કેન્દ્રમાં જીવન જ્યોત સોસાયટી ૧ શેરી નં.૦૯ માં વોકિંગ કરવા નીકળેલા ઇનસિડ બેંકમાં ડિવિપી તરીકે કામ કરતાં કર્મચારી તેના ને પિતા પર બાઈકમાં આવેલા ત્રણ શખ્સોએ ‘અમે જામનગરના અમીનભાઈ નોટિયારના માણસો છીએ, તને રિકવરી કરવાનો બહુ શોખ છે’ તેમ કહી બેટ વડે મારકૂટ કરતાં ચકચાર મચી જવા પામી હતી.ગાંધીગ્રામ પોલીસે કાવતરું ઘડી હુમલો કરનાર ત્રિપુટીની શોધખોળ હાથ ધરી છે.
પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ ખાનગી બેકમાં નોકરી કરતા પિતા પુત્ર ઉપર હુમલો થતા નાશભાગ મચી ગઈ હતી ખાનગી બેંકમાં કામ કરતાં યુવાને જણાવ્યું છે કે ઈન્ડસીંડ બેંકમાં સેલ્સ એન્ડ માર્કેટીંગનુ કામ કરતા હોય જેથી ગાડીઓના લોનના હપ્તા કોઈ ન ભરે તેની સામે બેંક દ્વારા કાર્યવાહી કરવાની હોય છે.પરતું મને ફોનમાં અમીનભાઈ નોટિયાર ધમકી આપતો હતો એ ટ્રકના હપ્તા ભરાય કે ન ભરાય તું કોઈ કાર્યવાહી કરતો નહી, નહિતર પરિણામ સારું આવશે નહીં’ તેવી ધમકી પણ મળી હતી. બાદમાં ગઇકાલે હું અને મારા પિતા ઘર પાસે વોકીગમાં નીકળ્યા હતા.ત્યારે બાઈકમાં આવેલા ત્રણ અજાણ્યા માણસોએ ‘ અમે અમીનભાઈ નોટીયારના માણસો છીએ તને રીકવરી કરવાનો બહુ શોખ છે’ને કહીને બેટ વડે હુમલો કર્યો હતો.જેમાં મણે અંગૂઠા તથા આંગળી વચ્ચે એક ઘા ડાબા હાથની આંગળી વચ્ચે મારી દેતા ફેક્ચર થયું હતું. બીજાએ મારા પિતાજીને ધક્કો મારી પછાડી દીધા હતા.અમે બૂમબરાડા કરતાં લોકો મદદ માટે દોડી આવ્યા હતા
ભાવેશભાઈ ખીમજીભાઈ ટાંક (ઉ. વ પર ) ની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ત્રણ શખ્સો સામે આઈપસી કલમ-૩૨૫, ૩૨૩, ૫૦૬ (૨), ૧૨૦(બી) તથા જી.પી.એકટ કલમ મુજબ ગુનો નોંધ્યો છે વધુ તપાસ એસ.આઈ જે.જી.જાડેજાની ટીમે ચલાવી રહ્યા છે.