જામનગર વિકાસગૃહ પાસે પાર્સલ કરવા બાબતે બબાલ : માથામાં સ્ટુલ ફટકાયું

0
5500

જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં ફાસ્ટફૂડ પાર્લરના વિક્રેતાને માથા ભારે શખ્સે માર માર્યાની પોલીસ ફરિયાદ

  • આડેથી ચાઈનીઝ ભેળ પાર્સલ કરવા માટેની ના પાડતાં ઉશકેરાયેલા શખ્સે બહાર પડેલું સ્ટુલ વેપારીના માથામાં ફટકાર્યું

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૧ ડીસેમ્બર ૨૩ જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં ફાસ્ટફૂડ પાર્લર ચલાવતા એક વેપારી પર આડેથી પાર્સલ કરી આપવાના મામલે હંગામો મચાવી બહાર પડેલું સ્ટુલ વેપારીના માથામાં ફટકારી દીધા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં વિનાયક પાર્ક સોસાયટીમાં રહેતા અને વિકાસગ્રહ રોડ પર જે.કે. ફૂડ ઝોન નામનું પાર્સલ પોઇન્ટ ચલાવતા જુપબહાદુર હિમબહાદુર છેત્રી નામના ૫૧ વર્ષના વેપારીએ પોતાના ઉપર પ્લાસ્ટિકનું સ્કૂલ માથામાં ફટકારી ઇજા પહોંચાડવા અંગે રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા હરપાલસિંહ ઝાલા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી અન્ય ગ્રાહકોના ઓર્ડર નું પાર્સલ બનાવતા હતા, જે દરમિયાન આરોપીએ આવીને વચ્ચેથી ચાઈનીઝ ભેળ માંગી હતી, જેથી વેપારીએ કહ્યું હતું, કે અન્યના પાર્સલમાં થોડો સમય લાગશે. જેથી હરપાલસિંહ ઝાલા ઉશકેરાઈ ગયો હતો, અને બહાર પડેલું સ્ટુલ વેપારીના માથામાં ફટકારી દીધું હતું. જે મામલો પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને પોલીસે આરોપી સામે IPC કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨) તથા જીપી એક્ટ કલમ-૧૩૫(૧) મુજબ ગુનો નોંધી તેની શોધ ખોળ હાથ ધરી છે.