જામનગરમાં ઇન્દિરા કોલોની વિસ્તારમાં રસ્તે રઝળતા પશુના કારણે છ વર્ષનો બાળક ઘાયલ થયો

0
894

જામનગરમાં ઇન્દિરા કોલોની વિસ્તારમાં રસ્તે રઝળતા પશુના કારણે છ વર્ષનો બાળક ઘાયલ થયો

  • બાળકને બચાવવા માટે દોડી આવેલી માતા ને પણ ગાયએ ઢીંક મારતાં સામાન્ય ઇજા થઈ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૧ ડીસેમ્બર ૨૩ જામનગરમાં રસ્તે રઝળતા પશુના કારણે માનવી ઈજાગ્રસ્ત થવા અંગેનો વધુ એક બનાવ બન્યો હતો. ઇન્દિરા કોલોની વિસ્તારમાં છ વર્ષના બાળકને એક ગાય એ હડફેટમાં લીધા પછી તેને બચાવવા માટે દોડી આવેલી તેની માતાને પણ ગાય એ ઢીંક મારી હતી. બાળકને જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ છે.આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ઇન્દિરા કોલોની શેરી નંબર ૧-બી માં રહેતા રૂપસિંહ જે. જાડેજા ના પુત્ર વિશ્વરાજસિંહ જાડેજા (ઉંમર વર્ષ ૬)કે જે આજે બપોરે પોતાના ઘર નજીક સાયકલ ચલાવતો હતો, જે દરમિયાન એક ગાય રસ્તે રઝળતાં આવી હતી, અને સાયકલ સાથે બાળકને ફંગોળી નાખતાં બાળક ઇજાગ્રસ્ત બન્યો હતો. આ સમયે બાળકની માતા દોડી આવી હતી, જેને પણ ગાયએ ઢીક મારી હતી. ત્યારબાદ બાળકને લઈને માતાએ સલામત સ્થળે ખસી ગયા પછી બાળકને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યું હતું, અને તેને પ્રાથમિક સારવાર અપાઇ હતી. જો કે બાળક ને વધુ ઇજા ન હોવાથી હાલ તે સ્વસ્થ છે. જયારે માતાને પણ સામાન્ય ઈજા થઈ હતી. રસ્તે રઝળતા પશુઓના કારણે આજે જામનગરમાં વધુ એક બનાવ બન્યો હોવાથી મહાનગરપાલિકાની ઢોર પકડવાની કામગીરી સામે ફરીથી સવાલો ઊભા થયા છે.