જામનગર દરેડમાં બાળ મજૂરી કરાવતા કારખાના ઉપર ”ટાસ્કફોર્ષ”ના દરોડા

0
1598

જામનગર નજીક દરેડ વિસ્તારમાં બાળમજૂરોને ચેક કરવાના મામલે ચાઈલ્ડ લેબર ટાસ્કફોર્ષ ના ૧૦ કારખાનાઓ ઉપર દરોડા

  • એક કારખાના માં ૧૪ વર્ષથી નાની વયની બાળા પાસેથી મજૂરી કામ કરાવાતું હોવાથી કારખાનેદાર સામે લેબર એક્ટનો ગુનો નોંધાયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૮ ડીસેમ્બર ૨૩, જામનગર ની ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્ષ ની ટૂકડી દ્વારા ગઈકાલે દરેડ વિસ્તારમાં બાળમજૂરી અંગે ચેક કરવામાં આવ્યું હતું, અને અંદાજે ૧૦ જેટલા કારખાનાઓ ચેક કરાયા હતા. જે પૈકી એક કારખાનામાંથી ૧૪ વર્ષથી નાની વયની એક બાળા પાસે મજૂરી કામ કરાવાતું હોવાનું ધ્યાનમાં આવ્યું હોવાથી કારખાનેદાર સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જેને લઈને બાળમજૂરી કરાવતા ઉદ્યોગકારોમાં ફફડાટ મચી ગયો છે જામનગરની ચાઈલ્ડ લેબર ની કચેરી ના ગેજેટેડ ઓફિસર ડો. ડી.ડી. રામીની રાહબરી હેઠળ સમગ્ર ટાસ્કફોર્સ ની ટીમ દ્વારા દરેડ વિસ્તારમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. અને બાળમજૂરી અંગે અંદાજે ૧૦ કારખાનાઓ ચેક કરવામાં આવ્યા હતા.જે પૈકી હિંગળાજ સ્ક્રેપ નામના એક કારખાનામાં ચકાસણી દરમિયાન ૧૪ વર્ષથી નાની વયની એક બાળા મજૂરી કામ કરતાં મળી આવી હતી. જે બાળા પોતાની માતા સાથે કારખાને કામ કરવા આવતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, તેથી ટાસ્કફોર્સની ટીમ ના કે જે જેમણે ઉદ્યોગકાર સામે ફરિયાદ નોંધાવી છે. મદદનીશ શ્રમ આયુક્ત ની કચેરીના ગેઝેટેડ ઓફિસર ડો. ડી.ડી. રામી જાતે ફરિયાદી બન્યા હતા, અને પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં કારખાનેદાર જીતેન્દ્રભાઈ કાંતિલાલ નંદા સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ધી ચાઈલ્ડ લેબર (પ્રોહીબિશન એન્ડ રેગ્યુલેશન) એમેનડમેન્ટ એક્ટ ૧૯૮૬ ની કલમ ૩ મુજબ ગુન્હો નોંધ્યો છે, અને કારખાનેદાર ની અટકાયત કરવા કાર્યવાહી હાથ ધરી છે.