જામનગર ભીમવાસમાં રહેતો શખ્સ દેશી તમંચા સાથે પકડાયો : સપ્લાયરનું નામ ખુલ્યું

0
4452

જામનગર નજીક ખંભાળિયા બાયપાસ પાસેથી એક શખ્સ એસ.ઓ.જી.ના હાથે દેશી તમંચા સાથે પકડાયો: સપ્લાયર નું નામ ખુલ્યું

  • SOG ના PSI જયદીપસિંહ પરમારના રાહબરી હેઠળ સ્ટાફના અનિરૂદ્ધસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, ચંદ્રસિંહ જાડેજા તથા હર્ષદ ડોરીયાની ખાનગી બાતમી

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૬ ડીસેમ્બર ૨૩   જામનગર ની એસ.ઓ.જી. શાખાની ટુકડીએ ખંભાળિયા બાયપાસ પાસે વોચ ગોઠવી એક શખ્સને દેશી બનાવટ ના તમંચા સાથે ઝડપી લીધો છે, જ્યારે તેને તમંચો સપ્લાય કરનાર હિન્દી ભાષી શખ્સ ને ફરારી જાહેર કરાયો છે.આ દરોડાની વિગત એવી છે કે જામનગરમાં ભીમવાસ વિસ્તારમાં રહેતો દિલીપ ભરતભાઈ વાઘેલા, કે જે જામનગર-ખંભાળિયા બાયપાસ રોડ પરથી ગેરકાયદે હથિયાર લઈને પસાર થઈ રહ્યો છે, તેવી ચોક્કસ બાતમીના આધારે એસ.ઓ.જી. ની ટુકડીએ વોચ ગોઠવી દિલીપ વાઘેલાને ઝડપી લીધો હતો.

જેની તલાસી દરમિયાન તેના કબજા માંથી રૂપિયા ૫,૦૦૦ ની કિંમત નો દેશી હાથ બનાવટનો તમંચો મળી આવ્યો હતો. જેથી પોલીસે તમંચો કબ્જે કરી લઇ આરોપી દિલીપ વાઘેલા સામે પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં હથીયાર ધારા ભંગ અંગે ગુનો દાખલ કરાવ્યો છે. પોલીસની પૂછપરછ દરમિયાન આ હથિયાર દરેડ વિસ્તારમાં રહેતા એક હિન્દીભાષી શખ્સ પાસેથી મેળવ્યું હોવાનું કબૂલ્યું હોવાથી પોલીસે તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.