નશાનો કારોબાર : જામનગર અને સિક્કાના બે વેપારીઓ પોલીસની ઝપટે ચડ્યા

0
2796

સંજીવની ના નામે નશાકારક પીણા નું વેચાણ કરી રહેલા જામનગર અને સિક્કાના બે વેપારીઓ પોલીસની ઝપટે ચડ્યા

  • જામનગરમાં અંબર ચોકડી નજીક આવેલી એક પાનની દુકાનમાંથી નશાકારક પીણાંની ૪૭ બોટલ મળી આવી
  • જામનગર તાલુકાના સિક્કામાં આવેલી પાન અને કોલ્ડ્રીંક્સની દુકાનમાંથી પણ ૧૨૩ નંગ નશાકારક પીણાં નો જથ્થો કબજે થયો
  • Pl આર.ડી રબારી તથા PSI અજયસિંહ સરવૈયાની રાહબરી હેઠળ જીતેન્દ્રસિંહ જાડેજા, અર્જુનસિંહ જાડેજા તથા રધુવીરર્સિહ જાડેજાની બાતમી

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨ ડિસેમ્બર જામનગર શહેરમાં પણ આયુર્વેદિક સંજીવની ના નામે નશાકારક પીણાં નું વેચાણ થતું હોવાની માહિતી ના આધારે અંબર ચોકડી પાસે એક દુકાનમાંથી ૪૭ નંગ નશાકારક પીણાંની બોટલો કબજે કરાઈ છે. તે જ રીતે સિક્કામાં પણ એક દુકાનમાંથી ૧૨૩ બોટલ મળી આવી છે.જામનગરમાં અંબર સિનેમા પાસે આવેલી શંકર વિજય નામની દુકાનમાંથી હનુમાન ગેટ પોલીસ ચોકીના સ્ટાફે ૪૭ નંગ નશાકારક પીણાંની બોટલો નો જથ્થો કબજે કર્યો છે, અને દુકાનના સંચાલક કનૈયાલાલ લીલારામ નંદા ની વિશેષ પૂછપરછ હાથ ધરી છે.જામનગર શહેર ઉપરાંત સિક્કામાં પંચવટી સોસાયટીમાં દિનેશસિંહ જાલમસિંહ કેર નામના વેપારી દ્વારા પોતાની આશાપુરા પાન એન્ડ કોલ્ડ્રીંકસ નામની દુકાનમાં નશાકારક પીણાં ની બોટલોનો સંગ્રહ કરીને તેનો વેચાણ કરાતું હોવાની માહિતીના આધારે સિક્કા પોલીસે દરોડો પાડી ૧૨૩ નંગ નશાકારક પીણાંની બોટલો કબજે કરી તેના સંચાલકની વધુ પૂછપરછ હાથ ધરી છે.