જામનગર સાયબર ક્રાઇમ એ તાડપત્રી અને રાસાયણિક દવાની એજન્સી તથા વેચાણ કરવા માટે ખેડૂતો સાથે છેતરપિંડી કરતી ટોળકીને ઝડપી પાડી
- જૂનાગઢમાંથી સાયબર ક્રાઇમ એ પાંચ પુરુષ અને છ મહિલાઓને દબોચી લીધા
- ખેડૂતોને એજન્સી આપવાના નામે આ ટોળકી વિશ્વાસમાં લઈ અને કરતી હતી છેતરપિંડી
- જામનગર સાયબર ક્રાઇમ તમામ 11 લોકોને દબોચી લઈ થોકબંધ મોબાઇલ સહિતનો મુદામાલ જપ્ત કરી , પૂછપરછ આદરી
દેશ દેવી ન્યૂઝ જામનગર તા.૨૨ નવેમ્બર ૨૩ જામનગર જૂનાગઢ શહેરમાં ચાલતું બોગસ કોલ સેન્ટર જામનગર સાઇબર ક્રાઈમ સેલે ઝડપી પાડ્યું, જામનગરમાં રહેતા એક ખેડૂતની ફરિયાદ પરથી જૂનાગઢમાં દરોડૉ પાડ્યો હતો ખેડૂતોને તાલપત્રી અને દવાની એજન્સી આપવાના નામે છેતરપીંડી કરતા હતા જેમાં જૂનાગઢની 5 મહિલા સહિત અગ્યાર શખ્સોને ઉઠાવી લીધા હતા તમામ શખ્સોના કબ્જામાંથી થોકબંધ મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતોપોલીસ સુત્રમાંથી જાણવા મળતી વિગત મુજબ જામનગરમાં ખેડુત સાથે તાલપત્રી અને દવાના નામે છેતરપીડીં આચરી હોવાનું સાઇબર ક્રાઇમના ધ્યાને આવ્યું હતું જેથી પોલિસ હરક્તમાં આવી અને તપાસની દિશામાં ટેકનીકલ એનાલીસીસ સોર્શીસથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જેમાં અનેક ખેડુત સાથે છેતરપીંડી કર્યાંનું ધ્યાને આવ્યું હતું હાલતો પોલીસે જુનાગઢની પાંચ મહિલા સહિત અગ્યાર શખ્સોને ઉઠાવી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી છે