જામનગર હાપા રેલ્વે સ્ટેશનમાં દારૂના પૈસા માંગ્યા’તો છરી મારી

0
2412

જામનગર નજીક હાપા રેલવે સ્ટેશન પર સુઈ રહેલા યુવાન પર છરી વડે હુમલો કરવાના પ્રકરણમાં દેશી દારૂ કારણભૂત

  • ફરિયાદી યુવાન પાસે દારૂ પીવાના પૈસા માંગતાં આપ્યા ન હોવાથી હાપા ના બાવરી શખ્સે હુમલો કર્યાનો ગુન્હો નોંધાયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૦ નવેમ્બર ૨૩  જામનગર નજીક હાપા રેલવે સ્ટેશન પર બાંકડા પર સૂઈ રહેલા એક યુવાન પર છરી વડે હુમલો કરાયો હતો, જે હુમલા પ્રકરણમાં પોલીસે દારૂ પીવાના પૈસા ની માંગણી કરનારને પૈસા નહીં આપતાં ઉશ્કેરાઈ જઇ છરી વડે હુમલો કરવા અંગે ની ફરિયાદ નોંધાવી છે.પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી કનૈયાલાલ લક્ષ્મણભાઈ ચૌહાણ ભિક્ષાવૃતિ કરીને હાપા બાવરીવાસમાં રહે છે તેણે દારૂ પીવા માટે પૈસા માગ્યા હતા.જેની ના પાડતા જે હાપા ખારી વિસ્તારમાં જ રહેતા રાજેશભાઈ રતનભાઇ સામે પોતાના ઉપર છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડયાની ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇપીસી કલમ ૩૨૬, તથા જીપીએક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે, અને આરોપી ને શોધી કાઢવા માટેની કવાયત હાથ ધરી છે.