જામનગર SOG દ્વારા સાયબર ક્રાઇમથી બચવા કોલેજના વિદ્યાર્થીઓને જાગૃત કરાયા

0
3139

જામનગર મા ડ્રગ્સ અને સાયબર ક્રાઈમથી બચવા માટે અવરનેશ કાર્યક્રમ યોજાયો

  • એસ ઓ જી પોલીસ દ્વારા કોલેજના વિદ્યાર્થીઓ ને જાગૃત કરાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૭, નવેમ્બર ૨૩   પ્રવર્તમાન સમય મા નશા નું દૂષણ યુવા વર્ગ મા વધતું જાય છે .સાથે જ સાયબર ગુના નું પ્રમાણ પણ વધી રહ્યું છે .ત્યારે જામનગર મા આ.અંગે અવરનેશ માટે એસ ઓ જી પોલીસ દ્વારા જાણ જાગૃતિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.ગત તાં. ૬/૧૧/૨૩ ના રોજ જામનગર ની કોમર્સ કોલેજ ,ડી.કે.વી. માં એસ ઓ જી.પોલીસ દ્વારા ગાંજો, ડ્રગ્સ, અન્ય કોઈ નશા કારક વસ્તુ વિશે વિદ્યાર્થીઓ માં જાગૃતી આવે તે માટે અવેરનેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ સાયબર ક્રાઇમ નાં વિવિધ પ્રકારો વિષે તથા સાયબર ક્રાઇમ થી કઇ રીતે સુરક્ષિત રહેવું તે અંગે માર્ગદર્શન આપી જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત તાં ૭ નાં રોજ જામનગર.ની કે.પી. શાહ લો કોલેજ મા પણ એસ ઓ જી.પોલીસ દ્વારા (ગાંજો, ડ્રગ્સ, અન્ય કોઈ નશા કારક વસ્તુ વિશે વિધાર્થી ઓ માં જાગૃતી આવે તે માટે અવેરનેશ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ સાયબર ક્રાઇમ.નાં વિવિધ પ્રકારો વિષે તથા સાયબર ક્રાઇમ થી કઇ રીતે સુરક્ષિત રહેવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.