લ્યો બોલો..જામનગરમાં પાનની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા : બિસ્કીટ ચોરી ગયા

0
3283

જામનગર નજીક ગંગાવાવ પાસે આવેલી પાનની દુકાનમાં બીડી-તમાકુ ના શોખીન એવા તસ્કરો ત્રાટક્યા

  • દુકાનમાંથી શેમ્પૂ- બીડી- ગુઢકા તેમજ બિસ્કીટ અને ૪૦ કિલો લોટ ની ચોરી કરી ગયા ની પોલીસ ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૩૧, ઓક્ટોબર ૨૩ જામનગર નજીક ગંગાવાવ પાસે આવેલી એક પાનની દુકાનમાં બીડી- તમાકુના શોખીન એવા તસકરો ત્રાટક્યા હતા, અને દુકાનમાંથી બીડી તમાકુ  અને ઘઉંનો લોટ સહિતની સામગ્રી ચોરી ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક જામનગર તાલુકાના લાવડીયા ગામમાં રહેતા અને ગંગાવાવ પાસે પાન-બિડીની દુકાન ધરાવતા પ્રફુલભાઈ નવીનભાઈ-નામક વેપારીએ પોતાની દુકાનમાંથી કોઈ તસકરો રૂપિયા ૭ ,૫૦૦ની રોકડ રકમ ઉપરાંત દુકાનમાં રાખેલો ૪૦ કિલો ઘઉંનો પાવડર – શેમ્પુ- ગુટકા વિમલના પેકેટ બિસ્કીટ વગેરે માલમત્તા ની ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ પોલિસીમાં નોંધાવાઇ છે.