જામનગરમાં રેલવેની જમીન પર દબાણ હટાવવાની કામગીરી સમયે ભારે ઘર્ષણ

0
4333

જામનગરમાં ભીમવાસના ઢાળીયા પાસે રેલવેની જમીન પર દબાણ હટાવવાની કામગીરી સમયે ભારે ઘર્ષણ

  • નોટિસ પાઠવ્યા વિના દબાણ દુર કરવાનો પ્રયાસ કરવાથી સ્થાનિકે વાંધા ઉઠાવ્યા: પોલીસની કવાયત

દેશ દેવી ન્યુઝ જામનગર ૨૯ ઓક્ટોબર ૨૩ જામનગરમાં ભીમવાસના ઢાળિયા પાસે રેલવેની જમીન પરનું દબાણ હટાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે સમયે ભારે ઘર્ષણ થયું હતું, અને રેલ્વે પોલીસે ભારે મથામણ કરવી પડી હતી. જામનગરના ભીમવાસ પાસેના ઢાળીયા નજીકના વિસ્તારમાં રેલવેની જમીન પર કેટલૂંક દબાણ થયું હોવાથી આજે સવારે રેલ્વે તંત્રની ટિમ દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવા માટે પહોંચી હતી, અને ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.રેલવેની જમીન પર ગેસના ચૂલા રીપેરીંગની એક કેબીન ખડકી દેવામાં આવી હતી, જે કેબીન ને કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વિના ખસેડવાની કામગીરી કરાતાં ભારે રકઝક અને ઘર્ષણ થયું હતું. જોકે રેલવે તંત્રએ મચક આપી ન હતી, અને કેબિનમાંથી ગેસના ચૂલા સહિતનો સામાન જાતે જ બહાર કઢાવીને પોલીસ પ્રોટેક્શન ની વચ્ચે દબાણ દૂર કરવાનું ચાલુ રાખ્યું હતું.