જામનગરમાં કાલાવડ નાકા બહાર મહાનગરપાલિકાની જગ્યામાં ગેરકાયદે દુકાન ખડકી દેવા અંગેનું ચકચારી પ્રકરણ
- વોર્ડ નાં ૧૨ ના કોર્પોરેટર સહિત ત્રણ સામે લેન્ડગ્રેબિંગ એક્ટ મુજબ ની ફરિયાદ નોંધાવાતાં ભારે ચકચાર
- (૧) સીદી હાજી મેતર (૨) કાદર હાજી મેતર રહે.તાહેરી સ્કુલની સામે,કાલાવડ નાકા બહાર જામનગર (૩) અસલમ કરીમ ખીલજી રહે.પટણીવાડ, જામનગર વાળા તથા તપાસમાં ખુલવા પામે તે તમામ
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૭ ઓક્ટોબર ૨૩ જામનગરમાં કાલાવડ નાકા બહાર આવેલી મહાનગરપાલિકાની જગ્યામાં ગેરકાયદે દુકાન ખડકી દઈ જમીન પચાવી પાડવા અંગેના પ્રકરણમાં વોર્ડ નંબર ૧૨ના કોંગી કોર્પોરેટર સહિત ત્રણ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ સહિતનો ગુનો દાખલ કરવામાં આવતાં ભારે ચકચાર જાગી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર મહાનગરપાલિકાના એ સ્ટેટ અધિકારી નીતિનકુમાર રવિશંકર દીક્ષિત એ ગઈકાલે લેખિતમાં એક ફરિયાદ અરજી આપીને જામનગરના સીટી એ- ડિવિઝન પોલીસ મથકમાં પોલીસ ઇન્સ્પેક્ટર એન.એ. ચાવડા નો સંપર્ક સાદ્યો હતો, અને મહાનગર પાલિકાની જગ્યામાં ગેરકાયદે જમીનમાં દબાણ કરવા અંગે કોર્પોરેટર અસલમ ખીલજી, તેમજ વકહાજી મેતર અને કાદર હાજી મેતર સામે જમીન પચાવી પાડવા અંગેનની કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.જામનગરમાં મહાનગરપાલિકાના વોર્ડ નંબર અસલમ કરીમ સામે ફરિયાદ નોંધવા માટેની અરજી આપી હતી, જે અરજીના અનુસંધાને પી.આઈ નિકુંજ ચાવડાએ અધિકારી નીતિન દીક્ષિતની ફરિયાદ ના આધારે કોર્પોરેટર સહિતના ઉપરોક્ત ત્રણેય આરોપીઓ સામે ધી ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધીનિયમ ૨૦૨૦ ની કલમ ૪(૩), અને પાંચ મુજબ ગુન્હો નોંધ્યો છે, અને તેઓને અટકાયત કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસમાં જાહેર કરાયા અનુસાર મહાનગર પાલિકાની નગરપાલિકા દ્વારા ૧૮ મીટર નો રોડ કરવા માટે અને ઉપરોક્ત દુકાન રોડના કપાસમાં આવતી હોવાથી સંપાદન કરેલી જમીનમાં રોડ ખુલ્લો કરવા માટે ની અરજી કરવામાં આવી હતી.જે અરજીના અનુંસંધાને પોલીસે તપાસણી શરૂ કરી છે,