જામ જોધપુર તાલુકાના પરડવા ગામમાં રહેતા શ્રમિક પરિવારના બાળકનું પાણીની મોટરના સ્ટાર્ટર માંથી વીજ આંચકો લાગતાં અપમૃત્યુ
દેશ દેવી ન્યુઝ જામનગર ૨૬ ઓક્ટોબર ર૩, જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના પરડવા ગામમાં એક ખેડૂત ની વાડીમાં રહીને ખેતમજૂરી કામ કરતા શ્રમિક પરિવારના બાળકનું રમતાં રમતાં પાણીની મોટરના ઈ-સ્ટાર્ટરને અડી જતાં વીજ આંચકો લાગવાથી મૃત્યુ નીપજ્યું છે.આ બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ જામજોધપુર તાલુકાના પરડવા ગામના ખેડૂત સંજયભાઈ હાજાભાઇ ઓડેદરા ની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા મેતાબભાઈ જામસિંહ બડોલે નામના આદિવાસી ખેત મજૂરનો માસુમ બાળકો અનંત કે જે વાડીમાં રમતો હતો, જે દરમિયાન પાણીની મોટર ના સ્ટાર્ટર માંથી તેને વીજ આંચકો લાગ્યો હતો, અને તેનું મૃત્યુ નીપજ્યું હતું.જે બનાવા અંગે મૃતક ના પિતા મેતાબભાઈએ પોલીસમાં જાણ કરતાં જામજોધપુર પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહ નો કબજો સંભાળ્યો છે, અને પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.