જામનગરમાં વધુ એક યુવાનનું હ્દય બેસી ગયું : પરીવાર શોકાતુર

0
3416

જામનગર શહેરમાં વધુ એક ૨૪ વર્ષીય યુવાનને હૃદય રોગનો હુમલો આવી જતાં પરિવારમાં ભારે શોક નો માહોલ

  • દિવસેને દિવસે યુવાનોમાં હૃદય રોગ ના હુમલા થી મૃત્યુના કિસ્સાઓ સામે આવતાં ભારે ચિંતા નું મોજું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૯ ઓક્ટોબર ૨૩ જામનગરમાં વધુ એક ૨૪ વર્ષના યુવાનનું હૃદય રોગનો હુમલો આવી જવાના કારણે મૃત્યુ નિપજયું છે. જેથી પરિવારમાં ભારે શોકની લાગણી ફેલાઈ છે. સેના નગર વિસ્તારમાં રહેતા માત્ર ૨૪ વર્ષ ના યુવાનને તાવ શરદી સંબંધી તકલીફ થયા પછી ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જેનું એકાએક હૃદય રોગનું હુમલો આવી જતાં મૃત્યુ નીપજ્યું હતું. જેને લઈને ભારે ગમગીની છવાઈ છે.આ બનાવની વિગત કેવી છે કે જામનગરમાં સેના નગર વિસ્તારમાં રહેતા ૨૪ વર્ષના રવિભાઈ લુણા નામના યુવાનને તાવ શરદી ની તકલીફ ને કારણે જામનગરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. દરમિયાન હોસ્પિટલમાં જ તેને હૃદય રોગનો હુમલો આવી જતાં ગઈકાલે તેનું મૃત્યુ નીપજ્યું હતું, જેથી સમગ્ર લુણા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ૨૪ વર્ષીય યુવાન રવિ લુણા એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો, અને તેણે બી.સી.એ. સુધીનો ઉચ્ચ અભ્યાસ પણ કરેલો છે. જેનું માત્ર ૨૪ વર્ષની યુવા વયે હાર્ટ ફેઇલ થઈ જવાના કારણે મૃત્યુ નિપજ્યું હોવાથી ભારે ચિંતા નું મોઝૂ ફરી વળ્યું છે.હાલમાં નવરાત્રીનો સમય ચાલી રહ્યો છે, અને ગરબે ઘૂમવામાં મશગુલ પડેલા યુવાધનોએ સારીરિક પડતી કોઈ પણ તકલીફને નજર અંદાજ કર્યા વીના અને બેદરકારી દાખવ્યા વિના તાત્કાલીક અસરથી તબીબો પાસે પહોંચી જઈ જરૂરી સારવાર મેળવી લેવી જોઈએ તેવું પણ લોકોનું મંતવ્ય જોવા મળી રહ્યું છે.