જામનગર હડીયાણા ગામના વૃધ્ધને ચેક રીટર્નના કેસમાં ૧ વર્ષની સજા અને ચેકની રકમ રૂા. ૨૮,૫૦,૦૦૦/– દંડનો હુકમ ફ૨માવતી જામનગ૨ની અદાલત.
- જામનગરની અદાલત દ્વા૨ા ચેકની રકમ ૨૮,૫૦ લાખ ફરીયાદીને વળતર પેટે ચુકવવા આદેશ
- વિદ્ધાન ધારાસ્ત્રી દર્શિત આચાર્યની ધારદાર દલીત ગ્રાહ્ય રાખતી કોર્ટ
દેશ દેવી ન્યુઝ તા. ૧૭ ઓક્ટોબર ૨૩ જામનગર હાલના કેસની હક્કીકત એવી છે કે, જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના હડીયાણા, ખાતે રહેતા વાલજી ભવાન નંદાસણાએ ફરિયાદી બાલસ૨ા દિનેશ રામાભાઈને હાથ ઉછીની રકમના બાકી લેણાંની ચુકવણી માટે ફરીયાદીના નામનો રૂા. ૨૮,૫૦,૦૦૦/- (અંકે રૂપિયા અઠ્ઠાવીસ લાખ પચાસ હજાર પુરા) નો ધી જામનગર ડીસ્ટ્રીકટ કો–ઓપરેટીવ બેંક લી., હડીયાણા શાખાનો ચેક આપેલ હતો.તે ચેક ફરીયાદીએ વસુલાત માટે પોતાનું ખાતુ ધરાવતી બેંકમાં જમા કરાવતા તે ચેક વસુલ થયા વગર ફંન્ડસ ઈન્સફીશ્યન્ટના શેરા સાથે પરત ફરેલ તેથી ફરીયાદીને ચેક વાળી રકમ નહીં મળતા ફરીયાદીએ તેના વકીલ દર્શિત આર્ચાય મારફત લીગલ નોટીસ આપી અને રકમ ચુકવી આપવા જણાવેલ અને નિયત સમય મર્યાદામાં ફરીયાદીને ચેક મુજબની રકમ નહીં ચુકવતા ફરીયાદીએ આરોપી વાલજી ભવાન નંદાસણા સામે જામનગરની કોર્ટમાં તેમના વકીલ દર્શિત આચાર્ય (ડી.ડી) તથા કે.આર.ગોકાણી મારફત ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ – ૧૩૮ હેઠળ ફરીયાદ કરેલ.તે ફરીયાદ અન્વયે કેસ ચાલી જતા લેખીત તથા મૌખિક પુરાવા અને ફરીયાદ પક્ષે કરવામાં આવેલ દલીલ અને ફરીયાદી પક્ષ તરફે ૨જુ ક૨વામાં આવેલ સુપ્રિમ કોર્ટ અને હાઈકોર્ટના ચુકાદાઓ અને કાયદાની જોગવાઈ ઘ્યાને લઈ નામદાર જામનગ૨ના મહે. સાતમાં એડી.સીનીય૨ સિવીલ જજ વી.જી.ગઢવી એ આરોપી વાલજી ભવાન નંદાસણાને તકસી૨વાન ઠરાવી ૧ વર્ષની કેદ અને ચેકની ૨કમ રૂા. ૨૮,૫૦,૦૦૦ – નો દંડ ફટકારી તે દંડની રકમ ફરીયાદીને વળતર પેટે ચુકવવાનો હુકમ કરેલ છે. ફ૨ીયાદી ત૨ફે વિદ્ધાન ધારાશાસ્ત્રી દર્શિત આચાર્ય (ડીડી) તથા કે.આર.ગોકાણી રોકાયેલા હતા.