કાલાવડ તાલુકાના સનાણા ગામમાં વિજ ચેકિંગ કરવા માટે ગયેલા વીજ અધિકારી પર હુમલો કરાતાં ભારે દોડધામ
- કાલાવડ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ: વિજ એસોસિએશન દ્વારા પણ હુમલા બાબતે આવેદન પાઠવાયું
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૬ ઓક્ટોબર ૨૩ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સનાણા ગામમાં ચેકિંગ કરવા માટે ગયેલી ટુકડી પર સ્થાનિકે હુમલો કર્યાની ઘટના સામે આવતાં દોડધામ થઈ છે. ચેકિંગ કરવા માટે ગયેલા એક અધિકારી પર હુમલો થયો હોવાથી તેઓને સરકારી હોસ્પિટલમાં સારવાર લેવી પડી છે. જે અંગે પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ શરૂ કરાઇ છે, સાથે વીજ અધિકારીઓના એસોસિએશન દ્વારા પણ વારંવાર ના હુમલા સંદર્ભમાં આવેદનપત્ર પાઠવાયું છે.પીજીવીસીએલ વર્તુળ કચેરીની ચેકિંગ દ્રાઇવ દ્વારા આજે કાલાવડ તાલુકાના પીપળીયા ફીડરમાં વીજ ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું, અને કુલ ૧૧ જેટલા વીજ અધિકારી કર્મચારીઓ સાથેની ટુકડી કાલાવડ તાલુકાના સનાળા ગામમાં ચેકિંગ માટે ગઈ હતી, જ્યાં ૧૧ જેટલા વિજ અધિકારી- કર્મચારીઓ સાથેની કુલ ૧૧ ટિમો જેમાં ૪ પોલીસ કર્મચારી, ત્રણ એસઆરપી ના જવાનો પણ મદદ માં જોડાયા હતા.તેઓની હાજરીમાં સવારે ચેકિંગ દરમિયાન વીજીલન્સ ની ટિમ ના પીજીવીસીએલ ના વાંકાનેર ડિવિઝનના નાયબ ઇજને એચ.ડી. ખંડેકા પર હુમલો કરાયો હતો. જે હુમલામાં તેઓ ઇજાગ્રસ્ત બન્યા હતા, અને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા.હુમલા ના બનાવ ને લઈને કાલાવડ શહેર પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અધિકારીઓમાં પણ આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. ગુજરાતી એન્જિનિયર એસોસિએશન દ્વારા સમગ્ર મામલે પોલીસ તંત્ર અને મુખ્ય વીજ કચેરીને વારંવાર આવા હુમલા ના બનાવ બનતા હોવાથી તે અંગે યોગ્ય કાર્યવાહી કરવા માટે વિસ્તૃત આવેદનપત્ર આપવાની પણ કાર્યવાહી હાથ કરવામાં આવી છે.