જામનગર નાં બેડેશ્વર વિસ્તારમાં બંધમકાન ને નિશાન બનાવતા તસ્કરો
- પાંચ તોલા સોના નાં અને એક કિલો ચાંદી નાં ઘરેણા સાથે પાંચ હજાર ની રોકડ ઉઠાવી ગયા
દેશ દેવી ન્યુઝ જામનગર તાં ૧૫ ઓક્ટોબર ૨૩ જામનગર શહેર જિલ્લા માં છેલ્લા કેટલાક સમયથી ઘરફોડ તેમજ વાહન ચોરી વાહન જેવા ગુના નું પ્રમાણ વધ્યું છે .ત્યારે વધુ એક ઘરફોડ ચોરી નો બનાવ બનવા પામ્યો છે. શહેર ના બેડેશ્વર વિસ્તારમાં એક બંધ મકાન માંથી તસ્કરો રૂપિયા ૧,૧૨.૦૦૦ ની કિંમત ની માલમત્તા ની ચોરી કરી લઇ ગયા ની પોલીસ માં ફરિયાદ નોંધાઇ છે.જો કે બે અઠવાડિયા પહેલાં નાં બનાંવ અંગે આજે પોલીસે ફરિયાદ નોંધી છે.
જામનગર શહેર ના બેડેશ્વર વૈશાલી નગર શેરી નંબર પાંચ માં રહેતા કિશનભાઇ કાનાજીભાઈ રોશિયા ગત તાં.૩૦/૮/૨૩ ના પોતાના મકાન ને બંધ કરીને બહાર ગામ ગયા હતા અને તારીખ. ૨/૧૦/૨૩ નાં પરત ફર્યા હતા. આમ બે દિવસ બંધ રહેલા તેમના મકાન ને કોઈ તસ્કરો એ નિશાન બનાવ્યું હતું. તેના બંધ મકાનમાં તાળા – નકૂચા તોડી ને તસ્કરો ઘરમાં ઘૂસ્યા હતા . અને રૂપિયા એક લાખની કિંમતના પાંચ તોલા વજનના સોનાના ઘરેણા રૂ.૭૦૦૦ ની કિંમત નાં ૧ કિલો ચાંદી ના ઘરેણા અને ૫૦૦૦ ની રોકડ રકમ મળી કુલ રૂ.૧,૧૨,૦૦૦ ની માલમત્તા ચોરી કરી લઇ ગયા હતા.આ બનાવની જાણ થતા જ કિશનભાઇ રોશિયા એ પોલીસ ને જાણ કરતા પોલીસ કકાફલો દોડી ગયો હતો અને પ્રાથમિક તપાસ શરૂ કરી હતી .જો કે ચોરી નાં બે સપ્તાહ પહેલા નાં આ બનાવ અંગે પોલીસે ગઇકાલે ફરિયાદ નોંધી હતી.હવે ટૂંક સમય માં આ ચોરી નો ભેદ ઉકેલાઇ જશે.