જામનગરમાં ત્રણ સ્થળે ઝડપાયું ‘મીઠું ઝેર’

0
5292

જામનગર માં ત્રણ સ્થળે થી ૨૧૮૦૫ નંગ નશાકારક ચોકલેટનો જથ્થો કબજે કરતી SOG

દેશ દેવી ન્યુઝ જામનગર તાં. ૧૪ ઓક્ટોબર ૨૩  જામનગરમાં નશાકારક ચોકલેટ નું વેચાણ થતું હોવા ની બાતમીનાં આશરે એસ ઓ જી.પોલીસ સ્ટાફે ત્રણ સ્થળો એ દરોડા પાડી ૨૧૮૦૫ નંગ નશાકારક ચોકલેટ નો જથ્થો જપ્ત કર્યો હતો. જામનગર પોલીસ ની એસ ઓ જી શાખા ના પોલીસ ઇન્સ્પેક્ટર બી એન ચૌધરી અને પોલીસ સબ ઈન્સ. જયદીપસિંહ પરમાર ના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે શેરી નંબર ૫૮ નાં હિંગળાજ ચોક માં ઉમંગ પાન એન્ડ કોલ્ડિંગકસ નામની દુકાનના માલિક ઉમંગ અનિશભાઈ નંદા તથા એ જ વિસ્તારમાં આવેલ પાયલ પાન નામની દુકાનના માલિક ડાડુભાઇ કરસનભાઈ ચંદ્રાવડીયા પોતાની દુકાનમાં નશાકારક ચોકલેટ રાખી તેનું વેચાણ કરે છે. આથી પોલીસ સ્ટાફ પડ્યો હતો.અને ૪૪૫ નંગ નશાકારક ચોકલેટ નો જથ્થો જપ્ત કર્યો હતો. આ જથ્થો રામસી લાખાભાઇ ગોજિયા એ સપ્લાય કર્યો હોવાનું જાણવા મળતા તેના નિવાસ્થાને દરોડો પાડી ત્યાંથી ૨૧૩૬૦ નંગ નશાકારક ચોકલેટ નો જથ્થો મળી આવતા તે પણ કબ્જે લેવાયો હતો.આમ પોલીસે કુલ રૂપિયા ૩૪૩૦૩ ની કીમતની ૨૧૮૦૫ નંગ નશાકારક ચોકલેટ નો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.