જામનગર લીમડા લાઇનમાં કરોડોની GST ચોરી પ્રકરણમાં આરોપીની જામીન અરજી નામંજૂર

0
3027

જામનગરમાં કરોડો ની સી જી એસ ટી ચોરી કેસ મા આરોપી ની જામીન અરજી ફરી વખત ‘ના’ મંજૂર

  • લીમડા લાઇનમાં.મે. પટેલ મોબાઇલ વર્લ્ડના માલિક મેસર્સ, જિયા ટેલિકોમ માં રાજકોટ સેન્ટ્રલ GST ટીમ ત્રાટકી હતી
  • સરકાર પક્ષે સ્પે.પબ્લિક પ્રોસિકયુટર હષિદાબેન. ડી જોષીની ધારદાર દલીલ

જામનગર તા.૧૩ ઓક્ટોબર ૨૩ , જામનગર ના એક મોબાઇલ ના શો રૂમના સંચાલક ની રૂપિયા ૩૪.૪૪ કરોડની સીજીએસટી ચોરી કરવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તેણે જામીન ઉપર મુક્ત થવા અરજી કરતા અદાલતે તેની જામીન અરજી ના મંજૂર કરી છે.

જામનગર નાં લીમડા લાઈન વિસ્તારમાં મે. પટેલ મોબાઇલ વર્લ્ડ નાં માલિક મેસર્સ જિયા ટેલિકોમ તથા અન્ય પેઢી નાં નામ થી વ્યવસાય કરે છે . તેમણે બોગસ પેઢી ઊભી કરી ને કરોડો રૂપિયા ની સી જી.એસ ટી ની ચોરી કરી હતી.જે અંગે ની બાતમી નાં આધારે સી જી એસ ટી – રાજકોટ ની ટીમે ગત તાં ૨૧/૯/૨૩ નાં રોજ દરોડો પાડી ને શો રૂમ સંચાલક ની ધરપકડ કરી હતી.અને આરોપી ને અદાલત મા રજૂ કરવામાં આવતા તેને જ્યુડીશિયલ કસ્ટડી મા મોકલી આપવા આદેશ થયો હતો.આ પછી આરોપી એ તાં. ૨૨/૯/૨૩ નાં ચીફ જયુડિ.મેજી. સમક્ષ જામીન અરજી કરી હતી.જે ‘ના’ મંજૂર થવા પામી હતી. આ પછી સેશન્સ કોર્ટ માં જામીન અરજી કરવામાં આવતા ત્રીજા એડી.સેશન્સ જજ એ આર વ્યાસ એ પણ જામીન અરજી રદ કરી છે.આ કેસ મા સરકાર પક્ષે સ્પે.પબ્લિક પ્રોસિકયુટર હષિદાબેન ડી. જોષી એન્ડ એસોસિયેટ્સ રોકાયા હતા.