જામનગરમાં યુવાને લગાવી મોતની છલાંગ : સમગ્ર ઘટના CCTVમાં કેંદ, જુવો Video

0
12144

જામનગરમાં આથિક સંકળામણમાં યુવાને ચોથા માળેથી છલાંગ લગાવી

  • અંબર સિનેમા રોડ ન્યુ સ્ક્વેર કોમ્પ્લેક્સના ચોથા માળેથી પડતું મૂકી યુવાનનો આપઘાત
  • આર્થિક સંકળામણ કારણભૂત :પરિવારના પિતા અને બહેન જેલમાં હોય લાગી, આવતા જીવતર ટુંકાવ્યું 
  • છલાંગની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેંદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૨ ઓક્ટોબર ૨૩ જામનગરના અંબર સીનેમાં રોડ પરના નિયો સ્કેવર બિલ્ડીંગ પરથી શિવમ કલ્યાણી નામના યુવાને ચોથા માળેથી પડતું મૂકી આપધાત કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે.સુત્રોમાંથી મળતી વિગત મુજબ ઇન્કમટેકસ બાજુમાં ઢોસા સેન્ટરની લારીમાં કામ કરતા અને એકલવાયું જીવન જીવતા શિવમ કલ્યાણી નામના વીસ વર્ષીય યુવાને અગમ્ય કારણોસર નિયો સ્કેવરના બિલ્ડીંગના ચોથા માળેથી છલાંગ મારી આપધાત કરી લેતા અફડાતફડી મચી જવા પામી હતી પ્રાપ્ય વિગત મુજબ શિવમના પિતા અને બહેન હાલ જેલમાં હોય, જેને લઇ યુવાન ગુમ સુમ રહેતો હતો તેવામાં મનમાં લાગી આવતા જીવન ટુંકાવી લીધું હતું બનાવની જાણના પગલે પોલીસ અને 108ની ટીમ દોડી જઈ બોડીને પીએમમાં ખસેડવાની કામગીરી હાથ ધરી છે. વધુ તપાસ સીટી-બી ડિવિઝન પોલીસ ચલાવી રહી છે.