જામનગરમાં આવાસ વિસ્તારમાં મહિલા સંચાલિત જુગારધામ પર દરોડો: આઠ મહિલા પકડાઈ
- સ્થાનિક ગુન્હાશોધક શાખાએ LIG -2 આવાસમાં ત્રણ દિવસની વોચ પછી દરોડો પાડ્યો
- (૧) સંગીતાબેન કેતનભાઈ ગુઢકા, (૨) સુશીલાબેન રાજેશભાઈ જોષી (3) જાનવીબેન પરેશભાઈ સાવલિયા (૪) લતાબેન હરીશભાઈ હિન્દુજા (૫) રીનાબેન રમેશભાઈ પટેલ (૬) મનિષાબેન મહેશભાઈ ખેતિયા (૭) નયનાબેન બાબુલાલ રાઠોડ (૮) હંસાબેન મનસુખભાઈ ગઢીયા
દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૧ ઓક્ટોબર ૨૩ જામનગર શહેરના રોઝી પેટ્રોલ પંપની સામે આવેલા એલ.આઈ.જી. આવાસના એક ફલેટમાં ચાલતી મહિલા સંચાલિત જુગારની કલબ પર સ્થાનિક ગુન્હા શોધક શાખાએ દરોડો પાડી આઠ મહિલાઓને રોકડ રકમ રૂા. ૪૦,૨૦૦ સાથે રંગે હાથ ઝડપી લીધી હતી.
પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ સ્થાનિક ગુન્હાશોધક શાખાના કર્મચરીઓને હકીકત મળેલી કે એલ.આઈ.જી. આવાસના બી-૧ ના રૂમ નં. ૧૦૦૩ માં સંગીતાબેન કેતનભાઈ ગુઢકા નામની મહિલા નાલ ઉઘરાવી બહારથી અન્ય મહિલાઓને જુગાર રમાડી રહી છે. જેને પગલે ગઈકાલે બપોરના અરસામાં એલ.સી.બી. પોલીસે છાપો માર્યો હતો.આ સમયે જુગાર રમતી સંગીતાબેન કેતનભાઈ ગુઢકા, સુશીલાબેન રાજેશભાઈ જોષી (રહે. સમર્પણ હોસ્પિટલ પાસે), જાનવીબેન પરેશભાઈ સાવલિયા (રહે. રણજીતનગર), લતાબેન હરીશભાઈ હિન્દુજા (રહે. ખોડિયાર કોલોની), રીનાબેન રમેશભાઈ પટેલ (રહે. સ્વામીનારાયણનગર), મનિષાબેન મહેશભાઈ ખેતિયા (આહિર પાડો), નયનાબેન બાબુલાલ રાઠોડ (નવાગામ ઘેડ), હંસાબેન મનસુખભાઈ ગઢીયા (શાંતિનગર)ને રંગેહાથ ઝડપી લઈ તેમની પાસેથી જુગારનું સાહિત્ય ઉપરાંત રોકડ રકમ રૂા. ૪૦,૨૦૦ કબ્જે કરી તમામ વિરૂદ્ધ એલ.સી.બી. ના પી.એસ.આઈ. આર.કે. કરમટાએ સીટી સી. ડીવીઝન પોલીસ મથકે જુગારધારા કલમ ૪-૫ હેઠળ ગુનો નોંધાવ્યો હતો.જિલ્લા પોલીસ વડાની પરવાનગી મળ્યા પછી દરોડોસુત્રોનું માનીએ તો જુગાર રમાતો હોવાની બે દિવસ પૂર્વે જ સ્થાનિક ગુન્હા શોધક શાખાને માહિતી મળી ગઈ હતી, પરંતુ નિયમ મુજબ ઘરમાં દરોડો પાડવા જિલ્લા પોલીસ વડાની પૂર્વ પરવાનગી મેળવવાની રહે છે. જેથી પોલીસે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ પાસેમંજુરી માંગતા તેઓએ મંજુરીની મ્હોર મારી દેતા,જેના પગલે ગઈકાલે મહિલા પોલીસ અને બે પંચોને સાથે રાખી કાર્યવાહી કરવામાં આવી હતી.