જામનગર કૃષ્ણનગરમાં જય અંબે મિત્ર મંડળ દ્વારા વિદનહર્તાને 11 હજાર લાડું અર્પણ

0
2055

જામનગરમાં કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા જય અંબે મિત્ર મંડળ દ્વારા ગણેશ ઉત્સવની ઉજવણી ના ભાગરૂપે ૧૧,૦૦૦ મોદક નો પ્રસાદ ધરાવાયો

  • મંડળ દ્વારા છેલ્લા ૨૦ વર્ષથી પરમંપરા જાળવી રાખી છે.
  • ૬૦ કિલો ઘી, ૧૨ તેલના ડબ્બા, ૪૦ કિલો ડ્રાયફ્રુટ, મિનરલ વોટર, ૨૫૦ કિલો ભઇડકું તથા મિનરલ વોટરના મિશ્રિતથી તૈયાર કરાય છે.
  • મોદક બનાવામાં મકવાણા સોસાયટીના નાના બાળકો સહિત ૩૦૦થી વધુ લોકો જોડાય છે.

 દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૫ સપ્ટેમ્બર ૨૩ જામનગરના કૃષ્ણનગર શેરી નંબર -૪ માં મકવાણા સોસાયટી આઝાદ ચોક વિસ્તારમાં જય અંબે મિત્ર મંડળ દ્વારા સતત ૨૦માં વર્ષે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, અને ભગવાન ગણેશજીને ૧૧,૦૦૦ મોદક નો પ્રસાદ ધરવામાં આવ્યો છે. રાત્રિના મહા આરતી પછી પ્રસાદનું વિતરણ શરૂ કરાશે.જામનગરમાં કૃષ્ણનગર શેરી નંબર ૪ માં મકવાણા સોસાયટી આઝાદ ચોક વિસ્તારના ૩૦૦ થી વધુ રહેવાસીઓ, કે જેમાં ૧૫૦ થી વધુ બહેનો અને બાળકો પણ જોડાયેલા છે, તે તમામ દ્વારા એકત્ર થઈને ગણપતિજીના મહાપ્રસાદ મોદક તૈયાર કરવામાં આવ્યા હતા. લાડું બનાવામાં ધારાસભ્ય રીવાબા જાડેજા પણ જોડાયા હતા, જેના માટે ૨૫૦ કિલો ભઇડકું મિશ્રિત કરાયું હતું, જેમાં ૬૦ કિલો ઘી, ૧૨ તેલના ડબ્બા, ૪૦ કિલો ડ્રાયફ્રુટ અને મિનરલ વોટર વગેરેનું મિશ્રણ તૈયાર કરીને ગઈકાલે રાત્રેથી લાડુ બનાવવાનું શરૂ કરાયું હતું, અને આજે સવાર સુધીમાં તમામ ૧૧,૦૦૦ લાડુ બનાવી લેવાયા પછી ગણપતિજીને મહાપ્રસાદ તરીકે ધરવામાં આવ્યા છે, અને સાંજે મહા આરતી કર્યા પછી તેનું સમગ્ર ગણેશ ભક્તોમાં પ્રસાદ વિતરણ કરવામાં આવશે. સતત ૨૦માં વર્ષે આ પરંપરા જાળવી રાખવામાં આવી છે.