જામનગર ગોકુલનગરમાં “જુગારની મહેફિલ” માં ક્રાઇમ બ્રાન્ચનો દરોડો : 3 ઝડપાયા 5 ફરાર

0
5252

જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાં ચાલતી જુગારની મહેફીલ પર ત્રાટકતી એલસીબી

  • ત્રણ શખસો રૂા.3,27 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા, દારૂની 3 બોટલ પણ જપ્ત

દેશ દેવી ન્યુઝ જામનગર: તા. ૨૨ સપ્ટેમ્બર ૨૩ જામનગર શહેરના ગોકુલનગરમાં મારૂતિનગર શેરી નં.4 માં રહેતાં સંજય ઉકા ડાભી નામનો શખ્સ તેના મકાનમાંથી બહારથી માણસો બોલાવી જૂગાર રમાડતો હોવાની હરદીપ બારડ, મયુરસિંહ પરમાર, હરદીપ ધાંધલને મળેલી સંયુકત બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઇ આર.કે. કરમટા, એસ.પી. ગોહિલ, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, દિલીપભાઈ તલવાડિયા, હરદીપભાઈ ઘાઘલ, વનરાજભાઈ મકવાણા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા સહિતના સ્ટાફે રેઈડ કરી હતી.રેઈડ દરમિયાન એલસીબીએ સંજય ઉકા ડાભી, કાના અરજણ ચાવડા અને રાજુ પાલા શિર નામના ત્રણ શખ્સોને ઝડપી લઈ રૂા.17400 નીરોકડ રકમ અને રૂા.10000 ની કિંમતના બે મોબાઇલ તથા રૂા.3 લાખની કિંમતની એક આઈ-10 કાર મળી કુલ રૂા. 327400 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને કરશન જીવા શિર, જીતુભા દરબાર, ખીમભાઈ ભાટુ, પયુષભાઈ, પ્રવિણ કોળી નામના પાંચ શખ્સો નાશી ગયા હોય, જેથી આઠ શખ્સો વિરૂધ્ધ જૂગારનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.

દરમિયાન જૂગાર દરોડામાં કબ્જે કરાયેલી જીજે-10-ડીઈ-4746 નંબરની કરશન જીવા શિરની તલાસી લેતા તેમાંથી રૂા.1200 ની કિંમતની ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલો મળી આવતા એલસીબીની ટીમે જૂગારની સાથે સાથે દારૂનો અલગ કેસ કરી વધુ તપાસ આરંભી હતી.