જામનગરમાં વેપારી ઉપર કોંગ્રેસના કોર્પોરેટરનો હુમલો : મામલો પોલીસ મથકે

0
5547

જામનગરમાં કોંગ્રેસના કોર્પોરેટર સામે હુમલાની ફરિયાદ થઈ

  • કોર્પોરેટરના બનેવીએ પોલીસ ફરિયાદ કરતા ભારે ચકચાર
  • ચૂંટણીમાં સામે ફોર્મ ભર્યાંનું મન દુખ કારણભૂત

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૩ ઓગસ્ટ ૨૩ જામનગરના કોર્પોરેટોર અગાઉ ચૂંટણીનો ખાર રાખી વેપારી યુવાનને માર મારી પતાવી દેવાની ધમકી આપતા ચકચાર જાગી છે. આ મામલે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. જેને લઈને પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ મામલે મુખ્તાર અબ્બાસભાઇ કુરેશી (ઉ.વ.42 ધંધો.વેપાર રહે.પટણીવાડ ધોબીશેરી ગની-એ-રહેમત મકાન જામનગર) એ કોર્પોરેટર અસલમ ખીલજી (રહે. પટણીવાડ જામનગર) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

જેમાં જણાવ્યું કે અસલમ ખીલજીએ પટણીવાડ હનુમાન દાદાની ડેરી પાસે પોતાને માર મારી, મારી નાખવાની ધમકી આપી હતી. જેના પાછળના કારણમાં ફરિયાદમાં દાવો કરાયો કે મુખ્તાર અબ્બાસભાઇ કુરેશીનાના ભાણેજે અગાઉ ચુંટણીમા અસલમ ખીલજી સામે અપક્ષમા ફોર્મ ભરી ઉભા હતા.

આ બાબતનો ખાર રાખી અસલમ ખીલજીએ મુખ્તાર અબ્બાસભાઇ કુરેશીને ધોકાવી નાખ્યો હતો. ઢીકા-પાટુનો માર મારી જાહેરમા બે કટકે ગાળો ભાંડી હતી. એટલુ જ નહીં જાનથી મારી નાખવાની ઘમકી પણ આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. વિગત એવી પણ સામે આવી રહી છે કે અલસમ ખીલજી અને ફરિયાદી વચ્ચે સાળા બનેવીનો સબંધ છે. હાલ આ ફરિયાદના આધારે પોલીસે અસલમ ખીલજી વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. વધુ તપાસ સીટી – એના  PSI ભગીરથર્સિહ.એસ વાળા ચલાવી રહ્યા છે.