જામનગર જિલ્લાનો પહેલો બનાવ: ધ્રોલની મહિલાને તલાક…તલાક…તલાક…કહેનાર પતિ સામે ફરિયાદ
દેશ દેવી ન્યુઝ જામનગર: તા. ૬ સપ્ટેમ્બર ૨૩ ધ્રોલમાં રજવી સોસાયટીમાં રહેતી હીનાબેન યુસુફભાઈ પોપટપૌત્રા નામની 26 વર્ષની યુવતિએ પોતાના પતિ જુનાગઢમાં જાલપા રોડ ખાતે રહેતા કુદુસભાઈ મામદભાઈ ખાણીયા સામે મુસ્લિમ સ્ત્રીઓના (લગ્નના હક્કોના રક્ષણ) બાબત અધિનિયમ 2019ની કલમ 3 મુજબની ફરિયાદ નોંધાવી છે.ફરીયાદી હિનાબેનને તેણીના પતિ આરોપીએ લેખિતમાં ત્રણ તલાકની ઘોષણા કરીને પોતાની પત્ની હોવાનો ઇનકાર કર્યો હોવાથી તેની સામે આ ફરિયાદ નોંધાવાઇ છે. જે મામલે ધ્રોલના પોલીસ હેડ કોન્સ્ટેબલ સી.જે. જાડેજા વધુ તપાસ ચલાવે છે.
જામનગર જીલ્લામાં ત્રિપલ તલાકનો કિસ્સો સામે આવતા ચકચાર મચી ગઇ છે, આ અધિનિયમ આવ્યા બાદ સંભવત જામનગરમાં આ પ્રકારનો આ પ્રથમ કિસ્સો હોવાનું જાણવા મળ્યું છે, ઉપરોકત ફરીયાદના આધારે પોલીસ દ્વારા મુસ્લીમ સ્ત્રીઓના હકો અધિનિયમ ૨૦૧૯ ની કલમ-૩ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.