જામનગર સહિત ગુજરાતના 500 થી વધુ આરોગ્યકર્મી લડાયક મૂડમા આવ્યા
- આરોગ્ય મહાસંઘના કથિત હોદ્દેદારોએ કરોડોનું ફુલેકું ફેરવ્યાનો ગંભીર આક્ષેપ
- જામનગરના ર૫ થી વધુ કર્મચારી ભોગ બન્યાનું સામે આવ્યું
- બે કર્મચારી વચ્ચે વાતચીતનો કથીત ઓડીયો થયો વાયરલ
દેશ દેવી ન્યુઝ જામનગર તા.૪ સપ્ટેમ્બર ૨૩ ગુજરાતના વિવિધ જિલ્લાના 500થી વધુ આરોગ્ય કર્મી કે જેઓના કોર્ટમાં કેસ ચાલી રહ્યા છે તેવા બહારની અમાન્ય યુનિવર્સિટીવાળા MPHWને આરોગ્ય કર્મચારી મહાસંઘના હોદેદારોએ ભાવનગર બોલાવી કોર્ટ કેસ ફરીથી સારા વકીલને આપી જીતની ખાત્રી આપી હતી.
સંબંધિત પ્રત્યેક કર્મચારી પાસેથી રૂા. 1 લાખ લીધા હતાં. તેમજ જિલ્લા ફેરબદલી માટે રૂા. દોઢ લાખ ઉઘરાવ્યા હતાં. અંદાજિત 5 કરોડ લઇ બાદમાં કોઇ કોર્ટ કેસ ન કરતા તેમજ આ કર્મચારીઓને કોઇ જવાબ ન દેવાનો કર્મચારીઓએ આક્ષેપ કર્યો છે. ત્યારે આ આરોગ્ય કર્મચારી હોદેદાર સામે લડી લેવાના મુડમાં છે.
નોંધનીય છે કે 30/3/2023ના રોજ ગુજરાતના વિવિધ જિલ્લાના UGC ને લગતા MPHW ના ભાઇઓ તથા તેના પ્રતિનિધિઓને ભાવનગર સ્નેહ મિલનના નામે બોલાવવામાં આવ્યા હતાં. જયાં તમામ પાસેથી 1 લાખ તેમજ દોઢ લાખ રૂપિયા ઉઘરાવ્યા હોવાની કેફિયત કર્મચારીઓ દ્વારા રજૂ કરવામાં આવી છે