10 એપ્રિલ પછી સ્કૂલ શરૂ કરવી અશક્ય ઓનલાઇન જ ભણવું પડશે.

0
250

10 એપ્રિલ પછી સ્કૂલ શરૂ કરવી અશક્ય ઓનલાઇન જ ભણવું પડશે.

સમગ્ર ગુજરાતમાં સતત વધતા કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યાને કારણે 10 એપ્રિલ બાદ સ્કૂલ શરૂ કરવું શક્યતા નહિવત છે.

રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન બાદ લાંબા ગાળે સ્કૂલ ચાલુ કરવાની જાહેરાત કરી હતી પરંતું કોરોનાના કેસને ધ્યાનમાં લઇ 10 એપ્રિલ સુધી  સ્કૂલો બંધ રાખવાનો આદેશ કર્યો હતો.

સંક્રમણ ને કારણે સરકાર દ્વારા અમદાવાદ સહિત આઠ મહાનગરોમાં સ્કૂલોનું ઓફલાઈન શિક્ષણ કાર્ય બંધ કરાવ્યું હતું તેમાં ખાસ કરીને અમદાવાદ સુરત હાલ પણ કોરોના કેસની સંખ્યા દરરોજ ખૂબ જ વધી રહી છે આ સ્થિતિ જોતા 10 એપ્રિલે કુલો શરૂ કરવી શક્યતા નથી આથી વિદ્યાર્થીઓને ઓનલાઇન જ અભ્યાસ કરાવાશે.

પરીક્ષા અંગે શિક્ષણ વિભાગ ની ગાઈડલાઈન પ્રમાણે  કન્ટેઇનમેન્ટ ઝોનમાં રહેતા બાળકો સિવાય તમામ બાળકોને ઘરે પહોંચાડશે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

હવે આગામી સમયમાં સરકાર દ્વારા નવી તારીખની જાહેરાત થઈ શકે છે.