જામનગર RTO માં બોગસ મેડિકલ સર્ટી કાઢી આપતો એજન્ટ ઝડપાયો
- SOG એ બાતમીને આધારે દરોડો પાડતા કમલેશ ઓઝાની કરતુત સામે આવી હતી
- સર્ટીફીકેટ દીઠ એક્સોત્રીસ રૂપિયા વસુલતો હતો
દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૮ ઓગસ્ટ ૨૩ જામનગર રામેશ્વરનગરમાં રહેતો કમલેશ છગનલાલ ઓઝા નામના શખ્સ દ્વારા આરટીઓ કચેરીમાં એકસો વસૂલી બોગસ ફિટનેશ સર્ટી કાઢી આપવામાં આવે છે. તેવી હકીકત SOG ના PSI જયદિપસિંહ પરમાર તથા સ્ટાફના વિરેન્દ્રસિંહ જાડેજાને બાતમી મળી હતી તેથી RTO કચેરી ખાતે રમેશ ઓઝા કંડક્ટર બેઝ (લાયસન્સ) કઢાવવા માટે ફોર્મના ત્રીસ અને સિક્કા મારી આપવાના પૈસા વસુલ કરે છે. જેથી આ શખ્સ આવી રીતે કેટલાક આવતા અરજદારોના ફોર્મમાં પોતે સર્ટિફિકેટમાં સહી સિક્કા કર્યા છે તે ડોક્ટર ન હોવા છતાં ડોક્ટર તરીકે ખોટી સહી કરી સિક્કો મારી આપતા શખ્સ ને એસઓજી પોલીસે પકડી પાડ્યો છે. આ શખ્સ સહી તથા સિક્કા માટે રૂા. એકસોત્રીસ એજન્ટ પાસેથી વસૂલતો હોવાનું ખુલ્યું છે. પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવાઈ રહી છે.
જામનગરના એરપોર્ટ રોડ પરની આરટીઓ કચેરીમાં પાર્કિંગની જગ્યામાં એક શખ્સ પોતે ડોક્ટર ન હોવા છતાં ડોક્ટરના નામના ખોટા સિક્કા બનાવી કચેરીમાં આવતા જે અરજદારોને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટની જરૂર હોય તેના ફોર્મમાં સિક્કા મારી સહી કરી આપતો હોવાની બાતમીના આધારે એસઓજી પોલીસે દરોડો પાડયો હતો.
આ દરમ્યાન RTO કચેરીના પાર્કિંગમાંથી કમલેશ છગનલાલ ઓઝા નામના શખ્સને અટકાયતમાં લીધો હતો. આ શખ્સ પાસે તેની ડોક્ટરની ડિગ્રી જોવા મંગાતા આ શખ્સ થોથવાયો હતો. તેણે આવી રીતે કેટલાક અરજદારોના ફોર્મમાં બોગસ સહી અને સિક્કા માર્યાની કબૂલાત કરી છે. આ શખ્સ કંડક્ટર અંગેનું લાયસન્સ કઢાવવા ઈચ્છતા અરજદારોને સહી – સિક્કા કરી આપતો હોવાનું સામે આવ્યું છે.હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.