જામનગર : મુંગણીમાં દારૂના નશામાં માતાને માર મારતો નરાધમ પૂત્ર

0
4135

મુંગણીમાં દારૂના નશામાં માતાને માર મારતો નરાધમ પૂત્ર

  • પત્ની સાથે ઝઘડો કરતા પુત્રને રોકવા જતા હુમલો કરતા માતા એ જ નરાધમ પુત્ર સામે નોંધાવી ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૬ ઓગસ્ટ ર૩ : જામનગર તાલુકાના મૂંગણી ગામમાં રહેતી ગીતાબા દીપકસિંહ જાડેજા નામના એક મહિલાએ ગઈકાલે સિક્કા પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને પોતાના ઉપર તેમજ પોતાની પુત્ર વધુ ચાંદનીબા ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પોતાના જ નરાધમ પુત્ર યોગીરાજસિંહ દિપકસીંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદીનો પુત્ર યોગીરાજસિંહ કે જે ગઈકાલે પોતાની પત્ની ચાંદનીબા સાથે તકરાર કરતો હતો, અને મારકૂટ કરી રહ્યો હતો. જેને છોડાવવા માટે વચ્ચે પડતાં આરોપી પુત્ર ઉસકેરાયો હતો, અને પોતાની માતાને પણ લોખંડ ના પાઇપ ના બે ઘા ઝીંકી દઈ માથાના ભાગે ઇજા પહોંચાડી હતી. જેથી માતાને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર આપવા માટે ખસેડાઈ હતી.
ત્યારબાદ આ મામલો પોલીસમાં લઈ જવાયો છે. સિક્કા પોલીસે આરોપી યોગીરાજસિંહ જાડેજા સામે આઇપીસી કલમ 323,324,504,506-2 તેમજ જી.પી.એક્ટ કલમ 135-1 મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ PSI અજયસિંહ સરવૈયા તથા હે.કો સી.ડી ગાંભવા ચલાવી રહ્યા છે.