જામનગર કોર્ટ સંકુલમાં જ વકિલને પતાવી દેવાની ધમકી આપતા ચકચાર

0
6149

જામનગરના કોર્ટ સંકુલમાં જ વકિલને ધમકી આપતા ચકચાર

  • સંબંધી સામેનો કેસ નહીં લડવા દબાણ કરી એડવોકેટ દંપત્તિને જાહેરમાં ગાળો આપ્યાની પોલીસ ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા o૯ ઓગસ્ટ ૨૩ : જામનગરમાં રણજીતસાગર રોડ પર પટેલ નગર શેરી નંબર એકમાં રહેતા અને વકીલાત તરીકે નો વ્યવસાય કરતા નરેશભાઈ દયાળજીભાઈ કણજારીયાએ પોતાને તેમજ પોતાના પત્નીને જાહેરમાં ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે જામનગરના રણજીત સાગર રોડ પર રહેતા મહેશ વિનોદભાઈ કણજારીયા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કર્યા અનુસાર ફરિયાદી ગત 3 તારીખે સાંજે પાંચેક વાગ્યાના જામનગરની જુની કોર્ટ બિલ્ડીંગ ના દરવાજા પાસે ઊભા હતા, તે દરમિયાન આરોપી મહેશ કણજારીયા આવ્યો હતો, અને તમામ એડવોકેટ ની હાજરીમાં ગાળો ભાંડી પતાવી દેવાની ધમકી આપી હતી.

ફરિયાદી અને આરોપીના સંબંધી સાથે અગાઉ પૈસાની લેતી દેતી નો વ્યવહાર થયો હતો. ત્યારબાદ આરોપીના સંબંધી સામે જામનગરની અદાલતમાં ફરિયાદ નોંધાવાઈ છે. જેમાં ફરિયાદી વકીલ કેસના લડે તેમ જણાવી એડવોકેટ અને તેના પત્ની ને પતાવી દેવાની ધમકી ઉચ્ચારી હોવાથી પોલીસ ફરિયાદ નોંધાવી છે. જે બનાવ મામલે સીટી એ. ડિવિઝન ના એ. એસ. આઈ. એચ. એચ. ચાવડાએ આઇપીસી કલમ 504 અને 506-2 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવે વકીલ વર્તુળમાં ભારે ચકચાર જગાવી છે.