ખબરદાર મામલતદાર : જામનગર ACBની રેડ: મામલતદાર અને વચેટીયો 1600 ની લાંચમાં સપડાયા

0
3200

જામનગર જીલ્લામાં વધુ એક ‘સરકારી બાબુ’ એસીબીના છટકામાં સપડાયા

  • લાલપુરના મામતલદાર બિપીનભાઈ નારણભાઇ રાજકોટીયા અને વચેટીયો ખાખાભાઈ નારણભાઇ સાગઠીયા ફકત્ત રૂા.1600ની લાંચ લેતા ઝડપાયા
  • સસ્તા અનાજની દુકાનની તપાસનો નીલ રીપોર્ટ આપવા માટે માંગી હતી લાંચ : લાંચિયા ‘સરકારી બાબુ’ઓમાં ફફડાટ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક- તા.પ ઓગસ્ટ ૨૩ જામનગર જામનગર જીલ્લામાં વધુ એક ‘સરકારીબાબુ’ લાંચ-રૂશ્વત વિરોધી શાખા (એસીબી)ના છટકામાં સપડાઇ ગયાના સમાચાર વાયુવેગે પ્રસરી જતા સરકારી તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

જામનગર લાલપુરમાં મામલતદાર તરીકે ફરજ બજાવતા બિપીનભાઈ નારણભાઇ રાજકોટીયા સસ્તા અનાજની દુકાનની તપાસનો નીલ રીપોર્ટ આપવા માટે વચેટીયા મારફત લાંચ માંગી હતી જાગૃત નાગરીકે લાંચ દેવા ન માંગતા હોય તેથી તેને લાંચ રૂશ્વત શાળાનો સંપર્ક કરી ફરીયાદ કરી હતી તેમાં મામલતદાર વતી વચેટીયો સોળસો રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયો હતો એન્ટી કરપ્શન બ્યુરો  કાર્યવાહી આ અંગે કાર્યવાહી હાથ ધરતા લાંચિયા ‘સરકારી બાબુ’ઓમાં ફફડાટ ફેલાયો છે.

આ અંગેની વધુમાં જાણવા મળતી વિગત મુજબ, એક જાગૃત નાગરિકે તેમની માતાના નામે આવેલ સસ્તા અનાજ ની દુકાનનું સંચાલન કરતા હોય જેથી બિપીનભાઈ નારણભાઇ રાજકોટીયા (મામલતદાર, વર્ગ – 2, લાલપુર જી. જામનગર.) જેથી ફરિયાદીને સમયાંતરે તેની સસ્તા અનાજની દુકાનની તપાસણીનો નીલ રિપોર્ટ કરી આપવા પેટે એક રેશન કાર્ડ/પરમીટ ધારક દીઠ રૂ.2/- લેખે તેઓના ચારસો કાર્ડ ના માસિક રૂ.800/- મુજબ બે માસ ના રૂ.1600/- ની માંગણી કરી હતી અને આરોપી મામલતદારનો વચેટીયો ખાખાભાઈ નારણભાઇ સાગઠીયાને આપી દેવાનું કહેલ હોય જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, અને તેઓએ જામનગર ACB ખાતે પોતાની ફરીયાદ જાહેર કરતા એસીબીએ લાંચના છટકા દરમ્યાન ખાખાભાઈ નારણભાઇ સાગઠીયાને ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાલપુર લક્ષ્મીપાર્ક મેઈન રોડ ભરતભાઈ તૈરેયાના મકાનની બાજુમાં ખુલ્લા પ્લોટ પાસે આરોપી મામલતદારની માંગણી મુજબના રૂ.1600/-ની રકમ લેતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા. ઉપરોકત્ત કાર્યવાહી એન.આર.ગોહેલ (પોલીસ ઇન્સ્પેકટર-એસીબી-જામનગર) અને સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. હાલ મામલતદાર ACBના હાથે ઝડપાઇ ગયાના સમાચારને લઇ સરકારી બાબુઓમાં ફફડાટ ફેલાયો છે.