જામનગર દરેડ GlDC ની બ્રાસ ભઠ્ઠીમાં બ્લાસ્ટઃ એક કામદારનું મોત

0
3088

દરેડ જીઆઇડીસીની બ્રાસ ભઠ્ઠીમાં બ્લાસ્ટ, એક કામદારનું મોત

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૪ ઓગસ્ટ ૨૩: જામનગર નજીક દરેડ જીઆઇડીસી વિસ્તારમાં આવેલા રાજહંસ ઇમ્પેક્ષ પ્રાઇવેટ લિમિટેડ નામના કારખાનામાં ઈલેક્ટ્રીક ભઠ્ઠીમાં શેડ નંબર 8 માં ગઈકાલે સાંજે 4.45 વાગ્યા ના અરસામા એકાએક બ્લાસ્ટ થયો હતો.આ દુર્ઘટના સમયે બ્રાસની ભઠ્ઠીમાં કામ કરી રહેલા મૂળ રાજસ્થાન ના રાજસમદ ના કુકડા ગામના વતની હુકમસિંગ ભેરુસિંગ (26 વર્ષ) તેમજ મધ્ય પ્રદેશ રાજ્યના પીપરાઈ જિલ્લાના રીવા ગામના વતની શુભલાયકસીંગ બહાદુરસિંગ (30 વર્ષ) બંને પરપ્રાંતિય શ્રમિક દાઝી ગયા હતા. તેઓને તાત્કાલિક અસરથી 108 નંબર ની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં ગંભીર રીતે દાઝી ગયેલા શુભલાયકસિંગનું સારવાર દરમિયાન મોત નિપજયાનું જાહેર થયું છે.આ બનાવની જાણ થવાથી કારખાનાના માલિક જીનેશભાઈ ફુલચંદભાઈ શાહ દોડી આવ્યા હતા. તેમણે ફાયર બ્રિગેડને જાણ કરી હોવાથી ફાયર શાખાની ટીમે સૌ પ્રથમ ઘટના સ્થળે દોડી જઈ ભઠ્ઠીમાં લાગેલી આગને બુજાવી હતી, જ્યારે દાજી ગયેલા બંને શ્રમિકોને 108 નંબર એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં પહોંચાડવામાં મદદ કરી હતી. પોલીસ વિભાગને આ ઘટનાની જાણ થતાં પંચકોશી બી. ડિવિઝનના ડી.સી .ગોહિલ તેમના સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા, અને સમગ્ર બનાવ બાબતે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.બ્રાસની ભઠ્ઠીમાં કઈ રીતે બ્લાસ્ટ થઈ ગયો, અને તેનું મુખ્ય શું કારણ છે, જે સમગ્ર બાબતેની ઊંડાણપૂર્વકની તપાસ કરવા માટે કારખાનામાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાઓ વગેરેની ચકાસણી કરવામાં આવી રહી છે, અને કારખાના ના સંચાલક- મેનેજર વગેરેના નિવેદનો નોંધ્યા હતાં.