જામનગરમાં ચર્ચાસ્પદ બનેલા ”બોગસ ડોક્યુમેન્ટ” પ્રકરણમાં આચાર્યને જામીન

0
518

જામનગરના ચકચારી દુષ્કર્મ પ્રકરણમાં બોગસ ડોક્યુમેન્ટ ઉભા કર્યાંની ફરીયાદમાં મનીષ બુચના જામીન મંજૂર

  • જામનગરના આચાર્યએ તરકટ રચ્યું હોવાનો ઘટસ્ફોટ થતા બોગસ ડોક્યુમેન્ટ અંગેની ફરીયાદ થઈ હતી
  • ભોગ બનનાર બાળાને શાળામાંથી સસ્પેન્ડ કરી હોવાનો બનાવટી પત્ર જામીન મેળવવા માટે કોર્ટમાં રજૂ કર્યો.
  • વિદ્વાન ધારાશાસ્ત્રી કોમલબેન ભટ્ટની ધારદાર દલીલોને અદાલતે માન્ય રાખી

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧ ઓગસ્ટ ૨૩ જામનગરના અતિ ચકચારી વિદ્યાર્થીની દુષ્કર્મ જેમાં આચાર્ય મનીષ બુચ દ્વારા જામીન અરજીમાં ભોગ બનનારને સસ્પેન્ડ કરવામાં આવી હોવાની ઝેરોક્ષ મૂકી હતી તેમાં ફરીયાદ નોંધાઈ હતી વિદ્વાન ધારાશાસ્ત્રી કોમલબેન ભટ્ટ તથા કે.કે ઝાલાની ધારદાર દલીલોના આધારે નામદાર અદાલતે કોઈ ઠોસ પુરાવો નહીં હોવાનું માનીને આરોપીના જમીન મંજુર કર્યા છે.

શહેરની સત્યસાઈ સ્કૂલમાં વર્ષ 2015 માં પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવતા મનિષ બુચ નામના શખ્સે જે તે વખતે ધો. 11 માં પ્રવેશ મેળવવા માટે ઈચ્છતી સગીર વયની વિદ્યાર્થીનીને દુષ્કર્મનો ભોગ બનાવ્યા પછી તેણી પર અવાર નવાર પોતાની ઓફિસમાં અને નાગર ચકલા તથા હવાઈ ચોક વિસ્તારમાં આવેલા ઘરે લઈ જઈ અવાર નવાર દુષ્કર્મ આચાર્યું હતું. જે અંગે વિદ્યાર્થીનીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા સીટી બી ડીવીઝન પોલીસે લંપટ આચાર્ય વિરૂદ્ધ પ્રોટેકશ ઓફ ચીલ્ડ્રન ક્રોમ સેકસ્યુઅલ ઓફ્રેન્સ એકટની કલમ 4,6,8,12 મુજબ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી. આ બાદ આરોપી મનિષ બુચે પોકસો કોર્ટમાં જામીન અરજી દાખલ કરી, જેમાં ડિસીપ્લીનરી પત્ર રજૂ કરવામાં આવ્યું અને વિદ્યાર્થીનીને શાળામાંથી સસ્પેન્ડ કરવામાં આવતા તેણીએ મને આ કેસમાં ખોટી રીતે ફસાવ્યો હોવાનું જણાવી આરોપી પોતે નિર્દોષ હોવાનું જણાવી જામીન મુકત કરવા રજૂઆત કરી હતી.

આ સસ્પેન્ડ પત્રની પોલીસ દ્વારા સત્યસાઈ સ્કૂલના એડમીન, વિદ્યાર્થીના વાલીની પૂછપરછ કરતાં આવી વિગત સ્કૂલના રેકર્ડમાં નોંધાયેલી નહોતી તેમજ શાળાના ભૂતપુર્વ ડાયરેકટરની પત્રમાં સહી કરવામાં આવેલી હોય તેમણે પણ હસ્તાક્ષર પોતાના નહીં હોવાનું જણાવ્યુ હતું અને શાળા દ્વારા કોઈ વિદ્યાર્થીને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવે તો તે કાર્યવાહી પાંચ વ્યકિતઓની કમિટી દ્વારા કરવાની હોય અને કાર્યવાહી અંગેના પત્રની રિસીવ કોપી પણ શાળાના રેકર્ડમાં રાખવાનો નિયમ હોવાનું જણાવ્યુ

આમ પોલીસે સમગ્ર પ્રકરણમાં ઊંડાણપૂર્વકની તપાસ કરી મનિષ બુચે ફરિયાદીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના હેતુથી ખોટો સસ્પેન્ડ પત્ર તૈયાર કરી આ દસ્તાવેજ ખોટો હોવાનું પોતે જાણતો હોવા છતાં તેનો ખરા દસ્તાવેજ તરીકે ઉપયોગ કરી અદાલતમાં રજૂ કરતાં સીટી એ ડીવીઝન પોલીસે કલમ 465, 469, 471 મુજબ ગનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી

તે બાદ આચાાર્ય મનીષ બુચે પોતાના વકીલ મારફત જામીન અરજી મૂકી હતી જેમા  વિદ્વાન ધારાશાસ્ત્રી કોમલ બેન ભટ્ટ તથા કે.કે ઝાલાની ધારદાર દલીલોના આધારે નામદાર અદાલતે કોઈ ઠોસ પુરાવો નહીં હોવાનું માનીને આરોપીના જામીન મંજુર કર્યા છે. આ જામીન અરજી ના કામે વિદ્વાન ધારાશાસ્ત્રી કોમલ બેન ભટ્ટ, કે.કે ઝાલા, જ્યદીપ મકવાણા , પરેશ વાઘેલા તથા દિવ્યાબેન બેરા રોકાયા હતા.