જામનગરમાંથી વધુ એક મહિલા ગાંજાના જથ્થા સાથે ઝડપાઇ

0
3963

જામનગરમાંથી વધુ એક મહિલા ગાંજાના જથ્થા સાથે ઝડપાઇ

  • વૃઘ્ધ મહિલાના કબજામાંથી 3 કિલો 65 ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કરતી એસ.ઓ.જી.: વૃઘ્ધાનો પુત્ર ફરાર

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૨ જુલાઈ ૨૩ : જામનગર શહેર અને જિલ્લામાં ઘણાં સમયથી નશીલા પદાર્થનું બેરોકટોક વેંચાણ થઈ રહ્યું છે અને દરિયાકિનારેથી આવા નશીલા પદાર્થો ઘુસાડવામાં આવતા હોય છે. જે સંદર્ભે સુરક્ષા એજન્સીઓ દ્વારા એલર્ટ રહી નશીલા પદાર્થની હેરાફેરી અને વેંચાણ ડામવા માટે દરોડા પાડતા હોય છે. પોલીસ એકટીવ હોવા છતાં જિલ્લામાં નશીલા પદાર્થોનું વેંચાણ થઈ રહ્યું છે. આ હેરાફેરી માટે હાલારના દરિયા કિનારાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જામનગર શહેરમાં વૃદ્ધા દ્વારા તેના રહેણાંક મકાને ગાંજાનું વેંચાણ કરાતું હોવાનું એસઓજીના દિનેશ સાગઠીયા અને સોયબ મકવાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ બી.એન.ચૌધરી અને પીએસઆઈ જયદીપસિંહ પરમાર તથા સ્ટાફે રેઈડ દરમિયાન ઘાંચીની ખડકી બહાર વહેવારીયા મદ્રેસા, ઢોકડ કાડો વિસ્તારમાં રહેતાં નીયામતબેન ગુલમામદ ઈસ્માઇલ શેખ નામના વૃદ્ધાના મકાનમાંથી તલાસી લેતા રૂા.30,650 ની કિંમતનો 3 કિલો 65 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસે ગાંજાનો જથ્થો, રૂા.23,000 ની રોકડ રકમ કબ્જે કરી હતી.

એસઓજીએ ગાંજાનો જથ્થો અને રોકડ રકમ કબ્જે કરી વૃદ્ધાની પૂછપરછ હાથ ધરતા આ નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો વૃદ્ધાનો પુત્ર હુશેન ઉર્ફે હુશનો વાઘેર ગુલમામદ શેખ વેંચાણ કરવા માટે બહારથી ખરીદી કરતો હોવાની વૃદ્ધાએ કેફીયત આપી હતી. જેના આધારે એસઓજીની ટીમે વૃદ્ધાની ધરપકડ કરી માતા-પુત્ર વિરૂધ્ધ એનડીપીએસ એકટ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.