જામનગરમાં જમાઈને મરી જવા મજબૂર કરનાર નિવૃત જમાદાર સહિત 4 સામે ફોજદારી

0
4727

જામનગર સરમત ગામે સાસરિયાના ત્રાસથી કંટાળી જમાઈએ ઝેરી દવા ગટગટાવી કરી હતી આત્મહત્યા : રાજકોટ રહેતા 4 સામે ફરિયાદ

  • યુવકે દવા પીતા પહેલા SP સાહેબને સંબોધી Video બનાવી સાસુ, સસરા અને સાળા અને પત્નિને જવાબદાર ગણાવ્યા હતા
  • આરોપી : (૧) દેવરાજભાઇ હેમરાજભાઇ નાટડા (૨) ઇન્દુબેન દેવરાજભાઇ નાટડા (૩) મયુરભાઇ દેવરાજભાઇ નાટેડા (૪) પત્નિ – નિતાબેન દેવરાજભાઇ નાટડા
  • સસરા અને સાળો પોલિસમાં નોકરી કરતા હોવાને કારણે ખોટી રીતે અરજીઓ કરાવી માનસીક ત્રાસ આપતાનો હોવાનો કર્યો હતો ઉલ્લેખ
  • રીસામણે રહેલ પત્નીએ મૃતક પતિ પાસે ગાડી, બંગલો પચાસ હજારની નોકરી, દિકરીને ઇંગલિશ  સ્કુલમાં અભ્યાસ કરાવાની માંગ કરી હતી

દેશ દેવી ન્યુઝ જામનગર તા.27 જૂન 23 જામનગર નજીકના સરમત ગામે રહેતા અને ખેતીકામ કરતા યુવાને સસરાપક્ષના ત્રાસના કારણે વાડી વિસ્તારમાં જઈ ઝેરી દવા ગટગટાવી લેતા તાત્કાલિક સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યા તેનું સારવારમાં મોત થયું હતું આથી સિક્કા પોલીસે મૃતકના ભાઈની ફરીયાદ પરથી સાસરીયા સામે જમાઈને મરી જવા મજબૂર કરવા અંગેની કલમ હેઠળ ગુનો નોંધતા ખળભળાટ મચી ગયો છે.

જાણવા મળતી વિગત મુજબ શહેરના કૃષ્ણનગર શેરી નંબ૨-૨ શીવમ અપાર્ટમેન્ટ – ૫૦૫ માં રહેતા હિરેન બાબુભાઇ સરવૈયાના ભાઈ હરેશ બાબુભાઈ સરવૈયાએ ગત તારીખ ૨૭ જૂનના રોજ જામનગરના સરમત ગામે વાડી વિસ્તારમાં ઝેરી દવા પી આપધાતનો પ્રયાસ કરતા તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો યુવકે દવા પીતા પહેલા પરીવાર અને જિલ્લા એસપી સાહેબને સંબોધીને સસરા પક્ષના લોકો ત્રાસ આપતા અંગેનો વિડીયો બનાવી માફી માંગી હતી બનાવની જાણના પગલે પોલિસ કાફલો હોસ્પિટલ દોડી જઈ તપાસના આરંભી હતી તેવામાં સારવાર દરમિયાન હરેશ સરવૈયાનું તારીખ ૩૦ જૂનના રોજ મોત થયું હતું તે બાદ હરેશ સરવૈયાએ આત્મહત્યા પહેલા વિડીયો બનાવીને નિવૃત જમાદાર, સાસુ, સાળો અને પત્નિને જવાબદાર ગણાવ્યા હતા.

તપાસના અંતે પોલીસે ચાર સાસરીયા સામે IPC કલમ -૩૦૬, ૧૧૪ મુજબ ફરીયાદ નોંધી આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે. વધુ તપાસ સિક્કા પોલીસ સ્ટેશનના PSI અજયસિંહ સરવૈયા તથા સ્ટાફના સુધીરર્સિહ જાડેજા ચલાવી રહ્યા છે.