જામનગરમાં વિદ્યાર્થીની ઉમરે ‘બૂટલેગર’ બનવાનો ચસ્કો ભારે પડ્યો : “પાસા” હેઠળ ધકેલાયો

0
8921

પ્રોહિબિશનના કેસ હેઠળ જામનગરનો વધુ એક શખસ પાસાના પાંજરે પુરાયો.

  • નવાગામ ઘેડ ઈન્દીરા સોસાયટીમાં રહેતો વિશાલ ઉર્ફે ભવાન હિતેશ સોલંકી સુરતની લાજપોર જેલમાં ધકેલાયો.

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૩ જુલાઇ ૨૩: જામનગર શહેરના નવાગામઘેડ, ઇન્દિરા સોસાયટીમાં રહેતાં વિશાલ ઉર્ફે ભવાન હિતેશ સોલંકી (ઉ.વ.24) નામના ખવાસ  શખ્સ વિરુઘ્ધ પ્રોહિબિશનના કેસ હેઠળ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક વરૂણ વસાવાની સૂચના અનુસાર સીટી-બીના પીઆઇ હરદીપસિંહ પી. ઝાલા તથા સર્વેલન્સ પીએસઆઇ ડી.એસ. વાઢેર દ્વારા પાસા હેઠળ દરખાસ્ત તૈયાર કરી પોલીસ વડા મારફતે જિલ્લા મેજીસ્ટ્રેટ બી.એ. શાહને પાસાની દરખાસ્ત કરી હતી.

આ અંગે જિલ્લા મેજી. દ્વારા પાસાનું વોરંટ ઇસ્યૂ કરતાં એલસીબીના પીઆઇ જે.વી. ચૌધરીની સૂચના અનુસાર પીએસઆઈ આર.એ.કરમટા, એસ.પી. ગોહિલ તથા સ્ટાફના એએસઆઈ સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ તથા પોલીસ હેકો નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, હિરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા તથા શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, રાકેશભાઈ ચૌહાણ, બળવંતસિંહ પરમાર,ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા બિજલભાઇ બાલસરા સહિતના સ્ટાફ દ્વારા વિશાલ ઉર્ફે ભવાન હિતેશ સોલંકી નામના શખ્સને ઝડપી લઇ સુરત લાજપોર જેલમાં મોકલી આપવા તજવીજ હાથ ધરી હતી.