જામનગર ગુલાબનગરમાં મનપાના SSI ઉપર પથ્થરમારો થતા નાસભાગ
- સામા પક્ષીની એક મહિલા સહિત બે લોકોને SSIએ માર માર્યાંના આક્ષેપ સાથે જી.જીમાં સારવાર હેઠળ ખસેડાયા
- વરસાદી પાણીના નિકાલ બાબતે રોષે ભરાયેલા લોકોએ મનપાના SSI ઉપર હુળીયો બોલાવ્યો
દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૦ જુલાઇ ૨૩ જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં કેનાલની સફાઈ કામગીરી વેળાએ SSI અને સ્થાનિકોઓ વચ્ચે બબાલ થતા ભાર ચકચાર જાગી છે તેવામાં પથ્થર મારો થતા જેમાં સેનિટરી સબ ઇન્સ્પેક્ટર અને સ્થાનીકની એક મહિલા સહિત ત્રણ લોકોને ઇજા થતા તાત્કાલિક હોસ્પિટલે ખસેડાયો હતો બનાવના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જાણવા મળતી માહિતી મુજબ શહેરના ગુલાબનગર વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ બાબતે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો તેને લઈ લોકોએ રસ્તા રોકી ચક્કાજામ કરી અધિકારી પદાધિકારીનો ઘેરાવ કર્યો હતો અને મ્યુ કમિશનરને આવેદન પાઠવ્યું હતું તેમજ કમિશનર કચેરી બહાર ધરણા કર્યા હતા પરંતુ આજરોજ જામનગર મહાનગરપાલિકા ની સોલિડ વેસ્ટ શાખાના એસએસઆઇની ટીમ દ્વારા ગુલાબનગર વિસ્તારમાં ગટર અને કેનાલની સફાઈ કામગીરી ચાલુ હતી ત્યારે SSI અને સ્થાનિક વચ્ચે બબાલ થતા લોકોનું ટોળું ધસી આવી ઉગ્ર બોલાચાલી થઈ હતી, વાત વણસતા લોકોએ પથ્થર મારો કરતા વાતાવરણ તંગ થયું હતું તેમાં મનપાના એસએસઆઇ અને સ્થાનીકના ત્રણ લોકોને ઇજા થતા તાત્કાલિક જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો બનાવના પગલે ઉચ્ચ અધિકારીઓનો કાફલો હોસ્પિટલે દોડી જઇ ફરિયાદોની તજવીજ હાથ ધરી છે. હાલ પોલિસે નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી છે.