જામનગર : આંખોમાં આંખો મિલાવનાર અધિકારી જેલ હવાલે

0
16331

જામનગરમાં સમાજ સુરક્ષા અધિકારી દ્વારા તરૂણીની જાતીય સતામણી : આરોપી સમાજ સુરક્ષા અધિકારી મહેન્દ્ર પટેલ જેલ હવાલે

  • વિકાસ ગૃહમાં રહેતી સગીરાને એકાંતમાં બોલાવીને આંખોમાં આંખો નાખી જોવાનું કહ્યું
  • આરોપી : મહેન્દ્ર રણછોડ પટેલ ઇન્ચાર્જ સમાજ સુરક્ષા અધિકારી જામનગર

 દેશ દેવી ન્યુઝ તા.૭ જુલાઇ ૨૩ જામનગરમાં વિકાસગૃહની એક સગીરા સાથે ઇન્ચાર્જ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ જાતીય સતામણી સાથે ગેરવર્તન કર્યું હોવાનો બનાવ પ્રકાશમાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.અને મામલો સીટી બી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો હતો અને ઇન્ચાર્જ અધિકારી સામે ગુનો દાખલ કરી તેને જેલમાં ધકેલી દીધો છે. જે બનાવને લઈને શહેરમાં ભારે ચર્ચા જાગી છે.

પોલીસ ચોપડેથી જાણવા મળતી વિગત મુજબ આ બનાવની વિગત એવી છે કે જામનગરના વિકાસ ગૃહ (ચિલ્ડ્રન ફોર હોમ) માં રહેતી ૧૫ વર્ષની એક તરુણીને જામનગર જિલ્લા સમાજ સુરક્ષા ઇન્ચાર્જ અધિકારી મહેન્દ્ર રણછોડભાઈ પટેલે એકાંતમાં બોલાવી પોતાની આંખોમાં આંખો નાખી ને જોવાનું કહ્યું હતું. બાદમાં અને તેણીનો હાથ પકડી અને ગેરવર્તન કર્યું હોવાનો બનાવ સામે આવતા મામલો આખરે કમિટી સમક્ષ પહોંચ્યા બાદ સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ હરદીપસિંહ.પી. ઝાલા દ્વારા સગીરાની પૂછપરછ કરાયા પછી આખરે ઈન્ચાર્જ જિલ્લા સુરક્ષા અધિકારી મહેન્દ્ર રણછોડ પટેલ વિરુદ્ધ IPC કલમ ૩૫૪(ક) તથા પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સ એક્ટ ૨૦૧૨ની કલમ ૧૨ તથા જુવેનાઇલ જસ્ટિસ એકટની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

જેમાં મહેન્દ્ર રણછોડ પટેલની ધરપકડ કરી લેવાયા પછી અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, અને તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. આ બનાવને લઇને શહેરમાં ભારે ચર્ચા જાગી છે હાલ તો હવસખોર અધિકારીની કરતૂતને લઈ લોકોમાં ફીટકાર વરસી રહ્યો છે