મનપા સીવીલ શાખાએ  કાગળ ઉપર કરી કળા. કોન્ટ્રાક્ટર ને રાજી કરવાનો કારસો.!

0
197

મનપા સીવીલ શાખાએ  કાગળ ઉપર કરી કળા.
કોન્ટ્રાક્ટર ને રાજી કરવાનો કારસો.!

વિશાલ હોટલ પાસેના ટીપી પ્લોટમાં કેરણ  “ન” નાખવા બદલ એસ્ટેટે વસુલ્યો દંડ અને બીજે દિવસે સીવીલ શાખાએ આપી કાગળ પર  મંજુરી.!

જામનગર. ૨૭
શહેરના વિશાલ હોટલ પાસે આવેલ મનપાના ટીપી પ્લોટ ને ગટરનો કાદો કીચડ કેરણ થી ઉકરડો કરતા કોન્ટ્રાક્ટરો.

શહેરના વિશાલ હોટલ પાસે આવેલ મહાનગરપાલિકાના ટીપી પ્લોટમાં ઠલવાતા કેરણના ઢંગલા ના ગંદકી રાજ સામે કમિશનર બન્યા મુક બંધીર.!

જામનગર શહેરના વિશાલ હોટલ પાસે આવેલ મહાનગરપાલિકાના  ૯૮ નંબરના ટીપી પ્લોટ માં કોન્ટ્રાક્ટર દ્વારા ગેરકાયદેસર કેરણ ઠલવાતા આ ટીપી  પ્લોટમાં ૪ થી ૫ ફૂટના ઢગલા થઈ જવાના કારણે ગંદકીના ગઢ જામી ગયા છે. તેવી લોક ફરીયાા ઉઠવા પામેલ છતા તંત્ર ધોર નિંદ્રામાં.

વિશાલ હોટલ ની બાજુમાં મહાનગર પાલિકાનો ટીપી નો પ્લોટ આવેલો છે તેમાં મહાનગરપાલિકાના કોન્ટ્રાકટરો દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં કેરણ ડમ્પ કરવામાં આવે છે જેના કારણે આજુબાજુના વિસ્તાર કરતા ૮ થી ૧૦ ફૂટ ઊંચા ટેકરાઓ થઈ ગયેલ છે

વિશાલ હોટલની બાજુમાં વરસાદી પાણીની કેનાલ આવેલી છે જે કેનાલ જો સાફ ”ન”  થાય તો આજુબાજુના વિસ્તારોમાં પાણી ફરી વળી શકે તેમ છે  અને હાલની પરિસ્થિતિ જોતા આ ઢગલાઓ વચ્ચેથી કેનાલ સફાઇ થઇ શકે તેવી પરિસ્થિતિ નથી.

નવાઈ વાત તો એ છે કે આ ટીપી  પ્લોટ મા કોન્ટ્રાક્ટર દ્વારા નાખવામાં  આવતી કેરણના મુદે મનપાની એસ્ટેટ દ્વારા ટ્રેક્ટરો જપ્ત કરી દંડની વસૂલાત કરવામાં આવેલ પરંતુ બીજા દિવસે મનપાની સિવિલ શાખાએ મનપાની સિવિલ ખાતે કરી કાગળ ઉપર કડા કોન્ટ્રાક્ટરોને કાગળ ઉપર કેરણ નાખવાની લેખિત મંજૂરી આપી દેતાં આશ્ચર્ય ફેલાયું છે.

બીજી બાજુ ચાર પાચ ફુટ કેરળના ઢગલાઓના કારણે અસામાજિક પ્રવૃતિ પણ વધી જવા પામેલ હોય આ વિસ્તારના લતાવાસીઓએ રાત્રીના સમય અહિથી પસાર થવું મુશ્કેલ અને ડરામણું લાગી રહ્યું છે.

કેરણની સાથો સાથ ગટરની કેનાલ સાફ કરેલ કાદો કીચડ આ પ્લોટ માં ઠલવાના  કારણે ગંદકીથી ખદબદતા પ્લોટમાં થર પર થર થઈ જતા ઢગલાઓ ડુંગરાળ વિરતારમાં ફેરવાઇ ગયો છે  જેના કારણે આજુબાજુની સોસાયટીની કમ્પાઉન્ડ વોલ પણ દબાઇ ગયેલ હોય પરીણામે એટલી હદે ગંદકી થવા પામેલ કે આજુબાજુ ના રહેવાસીઓએ બારી દરવાજા ખોલવા મુશ્કેલ થઈ રહ્યા છે.

કેરણ નાંખવાની મુદ્દે જામનગર મહાનગરપાલિકાના સિટી એન્જિનિયર શૈલેષ જોષી સાથે ટેલિફોનિક વાતમાં તેઓએ જણાવેલ કે કોન્ટ્રાક્ટરને કેરણ નાખવાની મંજૂરી આપવામાં આવેલ છે અને કોન્ટ્રાક્ટર દ્વારા લેવલીંગ પણ કરી આપશે તેવી લેખિત બાહેંધરી આપેલ છે.