જામનગર રણજીત સાગર ડેમમાં માછલાઓના ટપોટપ મોત : જુઓ VIDEO

0
3167

જામનગરના રણજીત સાગર ડેમમાં માછલાઓના ટપોટપ મોત : તંત્ર અંધારામાં

  • જામનગર શહેરને પાણી પુરુ પાડતા રણજીત સાગરમાં માછલાના મોતને લઈ લોકોના આરોગ્ય પર સંક્ટ
  • કાંઠા ઉપર મૃત માછલાઓની થરથી દુર્ગંધ ફેલાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર તા. 21 જૂન 23 જામનગર શહેરને પીવાનું પાણી પુરૂં પાડતા રણજીતસાગર ડેમમાં હજારોની સંખ્યામાં ભેદી રીતે માછલાઓના મોત નિપજતાં જીવદયા પ્રેમીઓમાં રોષ વ્યાપ્યો છે. ડેમના કિનારે મરેલા મોટા માછલાઓનો થર જામી ગયી હોવાથી દુર્ગંધથી આજુબાજુના રહેવાસીઓમાં પણ પરેશાન થઈ ગયા છે. હજુ પણ કરેલા માછલાઓ કાંઠે આવી રહ્યા હોવાની લોકોમાં ફરિયાદ ઉઠી રહી છે.

શહેરને પીવાનું પાણી પુરૂં પાડતા રણજીતસાગર ડેમમાંથી દૈનિક ૨૫ એમએલડી પાણી મહાનગર પાલિકાના વોટર વર્કસ વિભાગ દ્વારા લેવામાં આવી રહ્યું છે. રણજીતસાગર ડેમમાંથી પાણી પંપ હાઉસ ખાતે ફીલ્ટર થયા બાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં વિતરણ કરવામાં આવે છે. શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા આ રણજીતસાગર ડેમમાં છેલ્લા અઠવાડીયામાં ભેદી રીતે માછલાઓના ટપોટપ મોત નિપજી રહ્યા છે. ડેમમાં છેલ્લા અઠવાડીયામાં હજારોની સંખ્યામાં મરેલા માછલાઓ પાણીના મોજાઓથી નવા મોખાણા ગામ પાસે ડેમના કાંઠે એકઠા થઇ રહ્યા છે.

કિનારે મરેલા માછલાઓનો થર જામી ગયો હોવાથી દુર્ગંધ આવતી હોવાથી કુતરાઓ કે, પંખીઓ પણ માછલા ખાવા માટે આવતા નથી. મરેલા માછલાઓની સંખ્યા વધતી જતી હોવાથી દુર્ગંધ પણ ધીમે ધીમે વધી રહીછે અને ગામ લોકો તેમજ નજીકમાં જ રહેતા માલધારીઓમાં રોગચાળો ફેલાવાની દહેશત ફેલાઈ ગઈ છે. મરેલા માછલાઓની દુર્ગંધથી નવા મોખાણા ગામમાંથી કપડા ધોવા આવતી મહિલાઓ પછા આવતી બંધ થઈ ગઈ છે. તો માલધારીઓ પણ ઢોરને પાણી પીવડાવવા માટે દૂર લઈ જાય છે. સાગરમાં ભેદી રીતે માછલાના મોતથી લોકોમાં પણ રોષ સાથે અનેક ચર્ચાઓ ઉઠી રહી છે. મહાનગરપાલિકાના અધિકારીઓ જો કે, માછલાના આટલા મોટા પ્રમાણમાં માછલાના મૃત્યુની ઘટનાથી અજાણ છે.