જામનગર : ધ્રોલ યાર્ડમાં10.85 લાખની ચોરી: શંકાસ્પદ બુકાનીધારીઓ CCTV માં કેંદઃ જુવો VIDEO

0
2010

ધ્રોલ યાર્ડમાં ત્રાટકતા તસ્કર: દુકાનમાંથી અધધધ…રૂા.10.85 લાખની ચોરી

  • શંકાસ્પદ બુકાનીધારીઓ CCTV માં થયા કેદ : ખેડૂત વેપારીઓમાં ફફડાટ : પોલીસે આરંભી સઘન તપાસ

દેશ દેવી ન્યુઝ જામનગર તા. 20 જૂન 23: ધ્રોલમાં રહેતા અને માર્કેટિંગ યાર્ડમાં ખેત જણસની લે વેંચની પેઢી ચલાવતા રાકેશભાઇ મનહરલાલભાઈ શેઠે વેપારની રકમ પોતાની મહાવીર ટ્રેડીંગ નામની પેઢીમાં તીજોરીમાં રાખ્યા હતા.તેઓ ગત તા. 18ના રોજ સાંજે પેઢી બંધ કરીને ઘેર ચાલ્યા ગયા હતા.ત્યારબાદ રાત્રે કોઇ અજાણ્યા ઇસમોએ પેઢીની દુકાનની પાછળની એલ્યુમીનીયમની બારીનાં સળીયા તોડી અંદર પ્રવેશ કરી તિજોરીનો લોક તોડીઅંદાજે દશેક લાખની માતબર રકમ ચોરી કરી લઇ ગયા હતા.જે બાદ વેપારીએ બીજા દિવસે સવારે પેઢી ખોલતા બારીની ગ્રીલના સળીયા તૂટેલા અને તીજોરી પણ ખુલ્લી જોતા રાકેશભાઇ હતપ્રભ બની ગયા હતા.આ બનાવની જાણ કરતા PSI પી.જી.પનારાએ સ્ટાફ સાથે ઘટના સ્થળ દોડી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી.

ધ્રોલ માર્કેટિંગ યાર્ડનાં સી.સી. ટીવીમાં રાત્રીનાં સમયે યાર્ડના પાછળનાં ભાગે મોઢે બુકાની બાંધેલા ત્રણ ઇસમો શંકાસ્પદ હાલતમાં આંટાફેરા કરતા કેદ થયાનું બહાર આવ્યુ છે.પોલીસે સી.સી.ટીવી ફુટેજની પણ મદદ મેળવી માતબર રોકડ રકમ ઉઠાવી જનારા તસ્કરોને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.